Corona VirusIndiaNews

ભારતમાં પહેલીવાર પ્રાણીઓમાં ફેલાયો કોરોના વાયરસ: 8 સિંહ કોરોના પોઝીટીવ, તમામ લક્ષણો પણ દેખાયા

દેશમાં દરરોજ 3 લાખથી વધુ લોકો કોરોના વાયરસના ચેપનો ભોગ બને છે. લોકોમાં કોરોના ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં આ કોરોનાની બીજી લહેર છે. અત્યાર સુધીમાં દેશમાં લોકોમાં કોરોના વાયરસના ચેપ ફેલાવાના કેસ આવ્યા હતા પરંતુ આવી પહેલી વાત એ બની છે કે કોરોના વાયરસ પ્રાણીઓમાં પણ ફેલાયો છે.

હૈદરાબાદના નેહરુ ઝૂલોજિકલકલ પાર્ક ના સિંહ સફારીના 8 એશિયાટિક સિંહોમાં કોરોના વાયરસના ચેપનાં લક્ષણો મળ્યાં હતાં. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. સીસીએમબીને 24 એપ્રિલના રોજ એનઝેડપી દ્વારા જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ઝૂ અધિકારીઓની મદદથી સીસીએમબીએ સિંહોના નાક, ગળા અને શ્વાસનળી ના નમૂના લીધા હતા.

4 મેના રોજ કોરોના વાયરસ ચેપની તપાસ માટે લેવામાં આવેલા નમૂનાનો રીપોર્ટ આવ્યો હતો. રીપોર્ટમાં કોરોના વાયરસના ચેપની પુષ્ટિ થઈ છે. રિપોર્ટ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. બધા આઠ સિંહોમાં કોરોના નો ચેપ છે. જો કે, તેમના શરીરમાં કોરોના વાયરસના ચેપના જુના વેરીએન્ટ મળ્યા છે. સીસીએમબી અને એનઝેડપીના અધિકારીઓએ એક પ્રેસ નોટ જાહેર કરીને આ માહિતી આપી છે.

બધા 8 કોરોના ચેપગ્રસ્ત સિંહોને અલગ રાખવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે. અત્યારે તેમની તબિયત સ્થિર છે. હાલમાં ઝૂ બંધ કરવામાં આવ્યું છે. અહીં સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ આ સમયે શું કરવું અને શું ન કરવું તે અંગે નહેરુ પ્રાણીસંગ્રહાલયને માર્ગદર્શિકા પણ મોકલી છે.

Tags
Back to top button