Corona VirushealthIndiaInternationalNewsUSA

અમેરિકાના મુખ્ય ચિકિત્સકે કહ્યું: ભારતમાં સંપૂર્ણ લોકડાઉન ની જરૂર છે અને રસીકરણ જલ્દી કરો

અમેરિકાના ટોચના આરોગ્ય નિષ્ણાત અને વ્હાઇટ હાઉસના મુખ્ય તબીબી સલાહકાર ડો.એન્થોની ફૌચીએ ભારતમાં કોરોના વાયરસના ઝડપથી વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરતાં સૂચન કર્યું હતું કે ભારતમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ થવું જોઈએ, રસીકરણ અભિયાન અને મોટી સંખ્યામાં કામચલાઉ હોસ્પિટલો બનાવવી જોઈએ.

વિશ્વના ચેપી રોગના ટોચના નિષ્ણાતોમાંના એક તરીકે ગણાતા ડો.ફૌચીએ સોમવારે ઇન્ટરવ્યુમાં રોગચાળાને પહોંચી વળવા લશ્કરી દળોની મદદ લેવાની સલાહ પણ ભારતને આપી હતી. તેમણે સલાહ આપી હતી કે તાત્કાલિક હંગામી હોસ્પિટલ બનાવવા માટે સશસ્ત્ર દળોની મદદ લઇ શકાય છે.

ડો.ફૌચિએ કહ્યું, ગયા વર્ષે જ્યારે ચીનને ગંભીર સમસ્યા હતી, ત્યારે તેણે નવી હોસ્પિટલો બનાવવા માટે ખૂબ જ ઝડપથી પોતાના સંસાધનો એકત્રિત કર્યા હતા, જેથી તે હોસ્પિટલમાં દાખલ થવું હોય તેવા બધાને હોસ્પિટલ પૂરી પાડી શકે.તેમણે મીડિયા અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું. હોસ્પિટલમાં બેડ ની તીવ્ર તંગી છે અને કામચલાઉ વ્યવસ્થામાં લોકોની દેખરેખ રાખવામાં આવી રહી છે.

ડો.ફૌચિએ સૂચવ્યું હતું કે ભારતે તેની સેનાની મદદથી જે રીતે યુદ્ધ દરમિયાન બનાવવામાં આવે છે તે જ રીતે ફિલ્ડ હોસ્પિટલો બનાવવી જોઈએ, જેથી જેઓ બીમાર છે અને જેને દાખલ કરી શકે . તેમણે કહ્યું કે ભારત સરકાર કદાચ પહેલાથી જ કરી રહી છે. તેમણે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે ભારતની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે.

ડો.ફૌચિએ કહ્યું જ્યારે લોકોને આટલી મોટી સંખ્યામાં ચેપ લાગ્યો છે, દરેકને પૂરતી સારવાર નથી મળી રહી, હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને અન્ય તબીબી વસ્તુઓનો અભાવ છે.તો તે ખૂબ જ નિરાશાજનક સ્થિતિ બની જશે. આને ધ્યાનમાં રાખીને, અમને લાગે છે કે આખી દુનિયાએ દરેક સંભવિત રીતે મદદ કરવી જોઈએ.

ભારતમાં લોકડાઉન કરવું જરૂરી છે.રસીકરણથી આ સમસ્યાનું નિવારણ થશે નહીં. આ કેટલાક અઠવાડિયા સુધી સમસ્યાને રોકવામાં મદદ કરશે. તાત્કાલિક લઈ શકાય તેવા પગલાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, મને ખબર છે કે ભારત પહેલેથી જ ઘણાં પગલાં લઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા મેં સૂચન કર્યું હતું કે દેશમાં લોકડાઉન લાગુ થવું જોઈએ અને ભારતના કેટલાક ભાગોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

Back to top button