BollywoodIndiaPolitics

Kangana Ranaut નું ટ્વીટર એકાઉંટ સસ્પેન્ડ, કંગનાએ કહ્યું બીજા પ્લેટફોર્મ પણ છે જ

અભિનેત્રી Kangana Ranaut નું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ટ્વિટરના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે અભિનેત્રીએ આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને તેના કારણે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ પછી કંગનાએ આ સસ્પેન્શન અંગે પોતાનું નિવેદન આપ્યું છે.

કંગનાએ કહ્યું કે ટ્વિટર દ્વારા મારો મુદ્દો સાબિત થયો છે કે તેઓ જન્મથી અમેરિકન છે. તેને લાગે છે કે એક સફેદ વ્યક્તિ ભારતમાં રહેતા વ્યક્તિ ને ગુલામ બનાવવાનો હકદાર છે. તેઓ તમને કહેવા માંગે છે કે શું વિચારવું, બોલવું અને શું કરવું. મારી પાસે ઘણાં પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ હું મારો અવાજ અને મારા મંતવ્યો વ્યક્ત કરવા માટે કરી શકું છું.

પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો આવ્યા પછી પણ અભિનેત્રીએ અનેક ટ્વીટ કરી હતી અને જોરદાર પ્રતિક્રિયાઓ પણ મળી હતી. માનવામાં આવે છે કે આ ટ્વીટ્સ વિવાદિત અને સોશિયલ મીડિયાના ધોરણો વિરુદ્ધ છે. ભૂતકાળમાં કંગના કોરોના વાયરસ દરમિયાન અને અન્ય સુવિધાઓ મુદ્દે પણ અવાજ ઉઠાવ્યો હતો.કોરોના દર્દીઓમાં ઓક્સિજનની વધતી માંગને ધ્યાનમાં રાખીને, તેમણે ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના પર પણ વાત કરી હતી.

Back to top button