Corona VirusIndiaMadhyapradeshNews

ઓક્સિજન ની કમી ન પડે એટલે કર્મચારીઓ 24 કલાક આ રીતે કામ કરે છે, ઉત્પાદન 7 ગણું વધી ગયું

હાલ દેશમાં ઓક્સીજન ની ભારે અછત સર્જાઈ છે. મધ્યપ્રદેશ તેમજ તેની રાજધાની ભોપાલમાં પણ ઓક્સિજનનું મોટુ સંકટ હતું અને ઓક્સિજનના અભાવને કારણે લોકોના મોત નીપજતા હતા. સરકાર અને વહીવટી તંત્રે બહારથી ઓક્સિજન ટેન્કર મેળવવું પડ્યું હતું, પછી ભોપાલની આયનોક્સ એર પ્રોડક્ટના કર્મચારીઓએ ઓક્સિજન તૈયાર કરવા 24 કલાક કામ કર્યું જેથી તે સમયસર હોસ્પિટલમાં પહોંચાડી શકાય.

આ સમય દરમિયાન પ્રવાહી ઓક્સિજનની ટીમ ના 60 લોકો દિવસ-રાત કામ કરી રહ્યા હતા જેથી લોકો માટે ઓક્સિજનની વ્યવસ્થા થઈ શકે. આ સમય દરમિયાન અહીંના ઘણા કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ હતા, તેઓએ પણ પરિવારના સભ્યો ગુમાવ્યા પરંતુ ઉત્સાહ સાથે કામ કરતા રહ્યા જેથી કોઈ પણ કોરોના પીડિત દર્દી ઓક્સિજનના અભાવથી ન મરી જાય.

આ માટે કર્મચારીઓએ તેમના ઘરો અને પરિવારોનું બલિદાન પણ આપ્યું હતું, જેનું પરિણામ આજે દરેકની સામે છે. માત્ર 4 દિવસ પહેલા જ્યાં ભોપાલમાં 105 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર હતી અને 80 ટન ઓક્સિજન મળી રહ્યું હતું, હવે ઓક્સિજનનો પૂરો પુરવઠો મળી રહ્યો છે.

ઓક્સિજન પ્લાન્ટની અંદર 24 કલાક કામ કરતા કર્મચારીઓ પણ ખુશ છે. તેઓ કહે છે કે અમે જ રજા નથી લઇ રહ્યા કેમ કે અમે જાણીએ છીએ કે અમારું કાર્ય લોકો ના જીવન બચાવી રહ્યું છે. અહીં કામ કરતા સંજય પટેલ કોરોના પોઝિટિવ હતા. તેના પિતાનું અવસાન થયું પરંતુ માત્ર બે દિવસ બાદ તે ફરજમાં જોડાયોજોડાઈ ગયા હતા.

Back to top button