BollywoodIndia

આ ફિલ્મના રેપ શૂટિંગ દરમિયાન માધુરી દીક્ષિત જોડે આ અભિનેતાએ એવી હરકતો કરી હતી કે જાણીને દંગ રહી જશો,

ફિલ્મ પ્રેમ પ્રતિજ્ઞા આજથી 32 વર્ષ પહેલા 1989 માં રિલીઝ થઈ હતી.તેનું દિગ્દર્શન બાપુએ ડાયરેક્ટ કર્યું હતું.આ ફિલ્મને બોક્સ ઑફિસ પર પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.આ ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી,માધુરી દીક્ષિત,રંજીત,સતિષ કૌશિક,વિનોદ મહેરા જેવા સ્ટાર્સ શામેલ હતા.

આ ફિલ્મના એક સીન દરમિયાન માધુરી દીક્ષિત પર દુષ્કર્મ ગુજાર્યો હતો.અભિનેત્રી માધુરી દીક્ષિત તેના દુષ્કર્મના દ્રશ્યથી એટલી ગભરાઈ ગઈ હતી કે,તેમણે આ ફિલ્મના ખલનાયક અભિનેતા રંજીતને કહ્યું હતું કે મને સ્પર્શ કરશો નહીં મારાથી દૂર રહો.માધુરી સેટ પર જ ફૂટી-ફૂટીને રડવા લાગી.આ દ્રશ્ય આ ફિલ્મ માટે જરૂરી હતું અને માધુરી ખૂબ જ મુશ્કેલીથી તેના માટે તૈયાર હતી.

આ સુપરહિટ ફિલ્મમાં માધુરી અને રંજીત વિશે રેપ સીન ફિલ્માવ્યો હતો.માધુરી આ દ્રશ્ય કરવા માટે તૈયાર નહોતી,કારણ કે તે સમયે રંજીતની છબી ભયાનક અને ખરાબ વિલનની હતી.આના કારણે માધુરી ખૂબ નર્વસ હતી.જ્યારે આ સીન માટે આ ફિલ્મનું શૂટિંગ થવાનું હતું.બધી તૈયારીઓ થઈ ગઈ હતી.માધુરી પણ આ દ્રશ્ય માટે સંપૂર્ણ તૈયાર હતી.

આ દરમિયાન અભિનેત્રી પોતાના મગજમાં ઘણી નર્વસ હતી.માધુરીએ એક વખત એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે,પ્રેમ પ્રતિજ્ઞા ફિલ્મના સીનને લઈને તેના મનમાં ઘણા પ્રશ્નો આવી ગયા હતા.આ દ્રશ્ય પહેલાં તે વિચારતી હતી કે તે કેવી રીતે થશે,દ્રશ્ય કેવું હશે.આ દરમિયાન માધુરીનું મન પણ રંજીતની છબીથી ગભરાઈ ગયું હતું.

જેવુ આ સીન ફિલ્મ માટે શૂટ કરવામાં આવ્યુ છે.ફિલ્મની આખી ટીમ આ સીનથી ખુશ જોવા મળી હતી,જ્યારે રંજીત અને ફિલ્મના ડાયરેક્ટર બાપુને લાગ્યું કે કદાચ આ સીન કર્યા પછી માધુરી સામાન્ય છે.પરંતુ આ પછી,જ્યારે રંજીત અને બાપુએ માધુરીને પૂછ્યું કે શું તે બરાબર છે ? તેમને આ સીન કરવામાં કોઈ મુશ્કેલી નહોતી.

આના પર અભિનેત્રીએ કહ્યું કે તેમને ખરાબ લાગ્યું નથી કે રંજીતનો સ્પર્શ પણ તેમને મહેસૂસ થયા નથી.આ હોવા છતાં,અભિનેત્રી અંદરથી ખૂબ નર્વસ હતી.રંજીતને પણ અહેસાહ થયો કે માધુરી ખૂબ ડરી ગઈ છે.અભિનેતા રંજીતે 1971 ની ફિલ્મ “શર્મિલી”થી અભિનયની દુનિયામાં કદમ રાખ્યું હતું.

આ ફિલ્મમાં તેમણે રાખી,શશી કપૂર,અનિતા ગુહા,નઝીર હુસેન અને ઇફતેખાર જેવા કલાકારો સાથે કામ કર્યું હતું.તે યુગની દરેક ફિલ્મમાં,કોઈક પ્રકારના દુષ્કર્મના દ્રશ્ય નિશ્ચિતરૂપે ફિલ્માવવામાં આવ્યાં હતાં.એકવાર કપિલ શર્માના શો પર રંજીતે એક કિસ્સો શેર કર્યો હતો કે જ્યારે મારી ફિલ્મ ‘શર્મિલી’ બહાર આવી ત્યારે મને ઘરની બહાર કાઢી દીધો હતો,કારણ કે મેં રાખીનાં વાળ ખેંચ્યા,તે ફિલ્મમાં કપડાં ફાડવાનો પ્રયત્ન કર્યો.

આ દુષ્કર્મના દ્રશ્ય પછી મારો પરિવાર મારો ચહેરો જોવા માંગતો ન હતો.રંજીતે કહ્યું હતું કે તેમના ઘરના લોકો તેમને કહેતા હતા કે આ પણ કોઈ કામ છે કે નહીં.કેટલાક સારા પાત્રો ભજવો.

Back to top button