Ajab GajabInternational

આ ગે યુવકે ડ્રેસ પહેર્યો હતો તો CEO તેને ખીજવતા રહ્યા,વિડીયો વાયરલ થયો,છતાં પણ

અમેરિકામાં એક ગે કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે.ખરેખર આ યંગસ્ટર્સ પ્રોમ પાર્ટી માટે તૈયાર થઈ રહ્યા હતા પણ એક વ્યક્તિ તેમને ચીડવવા પહોંચ્યો.આ વીડિયોમાં ટેલિમેડિસીન કંપની વિશુવેલના સીઈઓ સેમ જોહ્ન્સનને ડાલ્ટન સ્ટીવન્સ નામના ગે છોકરાને પરેશાન કરતા જોઇ શકાય છે.વીડિયો વાયરલ થયા પછી સેમને તેની નોકરી ગુમાવવી પડી છે.

સ્ટીવન્સ તેના બોયફ્રેન્ડ જેકબ ગિટમેન સાથે ટેનેસ શહેરમાં હારપેથ હોટેલની બહાર ફોટા લઈ રહ્યા હતા.ટૂંક સમયમાં જ સેમ જોહ્ન્સનન પહોંચે છે અને સ્ટીવન્સને ડ્રેસ પહેરવા બદલ ચીડાવા લાગે છે.સ્ટીવન્સ પાર્ટી માટે રેડ ગાઉન પહેરી હતી.આ કિસ્સામાં સ્ટીવન્સના બોયફ્રેન્ડે કહ્યું કે મેં તે સમયે આ વ્યક્તિને કહ્યું હતું કે તેણે પોતાનો અભિપ્રાય તેની પાસે રાખવો જોઈએ.

ફોક્સ 40 સાથેની વાતચીતમાં સ્ટીવન્સએ કહ્યું કે આ વ્યક્તિ મારી પાસે આવી અને મારે શું પહેરવું જોઈએ અને શું ન પહેરવું તે વિશે મને જ્ઞાન આપવાનું શરૂ કર્યું.તેણે મને કહેવાનું શરૂ કર્યું કે હું એક છોકરો છું અને મારે આ પ્રકારના પોશાકથી દૂર રહેવું જોઈએ.આ સિવાય તે મને ખીજવતો હતો અને કહેતો હતો કે હું છોકરો નથી અને હું મૂર્ખ લાગુ છું.

આ વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે અને બિલી પોર્ટર અને કેથી ગ્રિફિન જેવા સેલેબ્સે પણ આ વીડિયો શેર કર્યો છે.વીડિયો વાયરલ થયા પછી વિશુવેલ કંપનીએ એક ટ્વિટ કરીને કહ્યું કે આ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સેમ જોહ્ન્સનને બરતરફ કરવાનો નિર્ણય લીધો છે.

કંપનીએ તેના ટ્વિટમાં લખ્યું છે કે સેમ જોહ્ન્સનનો વ્યવહાર તેમની કંપનીના પ્રગતિશીલ મૂલ્યો સાથે સુસંગત નથી.આ કંપની એલજીબીટીક્યુ સમુદાયને સમર્થન આપે છે અને તેઓ કોઈ પણ સંજોગોમાં અસભ્ય વર્તન સહન કરી શકતા નથી.સેમ જોહ્ન્સનને પણ આ મામલે ખુલાસો આપ્યો છે.

સેમ જોહ્ન્સને ન્યૂઝવીક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વીડિયોના આધારે તેના પર લાગેલા આક્ષેપો પાયાવિહોણા છે કારણ કે તે છોકરાના ડ્રેસ પર કોઈ કોમેન્ટ કરી રહ્યો ન હતો,પરંતુ ત્યાં બિન-શિસ્ત બાળકો અને વાંધાજનક વર્તન વિશે વાત કરી રહ્યા હતા.

Back to top button