BiharCrimeIndiaNews

અહિયાં પિતાએ જ પોતાના 13 વર્ષીય પુત્રની કરી હત્યા,પછી પિતાએ પણ ફાંસી ખાઈ જીવન ટૂંકાવ્યું,

બિહારના ગુમલામાં એક પિતાએ તેમના પુત્રને તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી.આ સાથે જ આ ઘટના બાદ પિતાએ જાતે જ ફાંસી ખાઈને આપઘાત કરી લીધો હતો.આ ઘટના બન્યા બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ,ગુરુવારે સવારે જ્યારે ગામલોકો 40 વર્ષના શંકરસિંહ ઝાડ પર ફાંસીએ ઝૂલતા જોવા મળ્યા ત્યારે બધાના હોશ ઉડી ગયા હતા.

તેમણે જોયું કે ફાંસી પર લટકતા શંકરના હાથ પર લોહી હતું.આ પછી,લોકોએ તેના 13 વર્ષના પુત્રનો મૃતદેહ દૂરથી મળ્યો.ગ્રામજનોએ આ માહિતી નજીકના બસિયા પોલીસ મથકે આપી હતી.ગામલોકોના જણાવ્યા મુજબ,મૃતક શંકર કાપડના વેપારી હતા અને તેમની 16 વર્ષીય પુત્રી મંજુ કુમારી અને 13 વર્ષીય પુત્ર પ્રદીપ સાથે બાનો (સિમડેગા) માં લગભગ ત્રણ વર્ષથી રહેતા હતા.

શંકરની પત્નીનું લગભગ એક વર્ષ પહેલાં અવસાન થયું હતું.જે બાદ શંકરે પોતાના બીજા લગ્ન ગામની બાજુમાં આવેલા આમડેગા ગામમાં નક્કી કર્યા હતા અને આગામી 9 મેના રોજ તે લગ્ન કરવા જઇ રહ્યો હતો.જેના માટે સબંધીઓમાં આમંત્રણ કાર્ડનું વિતરણ પણ કરાયું હતું.બંને પિતા-પુત્ર લગ્નની તૈયારી કરવા માટે બે દિવસ પહેલા જ બાનોથી તેમના ગામ રામડિહ આવ્યા હતા.

જે બાદ બંને બુધવારે સાંજે કેરીઓ તોડવી જોઈએ એમ કહીને ઘરની બહાર આવ્યા હતા.મૃતકના પિતા મકરુસિંહે જણાવ્યું હતું કે મારો પુત્ર શંકરસિંહ કપડાંનો ધંધો કરતો હતો અને તે દેવામાં ડૂબી ગયો હતો.તેમણે જણાવ્યું હતું કે 30 હજાર રૂપિયાની લોન પણ ગામની મહિલા મંડળ પાસેથી લેવામાં આવી હતી.જેના કારણે તે હંમેશા ચિંતિત રહેતો હતો.

આ બનાવ અંગે બાતમી મળતાની સાથે જ ક્રિશન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છોટુ ઉંરાવ,બસિયા પોલીસ સ્ટેશનના એસઆઇ બિરસા બાડા,એએસઆઈ મિનિકેતનકુમાર સહિત સમગ્ર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગામલોકો પાસેથી ઘટનાની માહિતી મેળવી મૃતદેહને કબજે કરી હતી.જે બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગુમલા મોકલવામાં આવી હતી.તે જ સમયે,બસિયા પોલીસ કેસની તપાસમાં રોકાયેલા છે.

Back to top button