BiharIndiaUP

પવિત્ર ગંગામાં લાશો ના ઢગલા: યુપી થી વહીને બિહાર આવ્યા હોવાની શંકા વચ્ચે બિહારે નદીમાં જાળી લગાવી

બિહારના બક્સરમાં ગંગાના કાંઠે મળી આવેલી લાશો થી સૌ કોઈ ચોંકી ગયા છે ત્યાં જ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ગંગા ઘાટ પર ૫૨ લોકોની લાશ મળી આવી.બે દિવસમાં જ 110 જેટલી લાશ મળી આવી છે. દરમિયા બલિયામાં, ગંગા નદીના કિનારે 12 થી વધુ લાશો મળી આવી છે.

હવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બક્સરમાંથી મળી આવેલા મૃતદેહો પણ યુપીથી જ પાણીના પ્રવાહ સાથે આવ્યા છે. કેમ કે ગંગા ગાઝીપુર અને બલિયાથી જ બક્સર તરફ જાય છે. સ્થાનિકોનું કહેવું છે કે ગત રાતથી વહીવટીતંત્રે 80 થી 85 મૃતદેહોને ગંગાની બાજુમાં દફનાવી દીધા છે. જો કે તંત્ર ૨૪ મૃતદેહ નો આંકડો જણાવી રહી છે.

ગાજીપુરના ગહમર અને કરંડા વિસ્તારમાં ગંગાના કાંઠે મૃતદેહ જોઇને લોકો ચોંકી ગયા હતા. આ મામલે તપાસ માટે ડીએમ એડીએમ સિટીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. આ સિવાય બીજી નિરીક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે, જે ગંગામાં મૃતદેહો કોણ તરતા મૂકી રહ્યું છે તેની તપાસ કરશે.

આ મામલે હવે બંને રાજ્યો વચ્ચે ઘર્ષણ થયું છે. બિહારના બક્સર અને યુપીના ગાઝીપુર જિલ્લાના ડીએમએ સ્પષ્ટ રીતે પોતાનો મૃતદેહ હોવાનું નકારી કાઢ્યું છે. બક્સર જિલ્લા વહીવટીતંત્રે ડ્રોન કેમેરાથી ઘાટનું મોનિટરિંગ શરૂ કરી દીધું છે.

Back to top button