BollywoodDelhiIndia

કોરોના સંકટમાં આ અભિનેત્રી આવી આગળ: 100 બેડની હોસ્પિટલ બનાવશે

સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. આવા મુશ્કેલ સમયમાં બોલીવુડની અનેક હસ્તીઓ પોતાની રીતે લોકોને મદદ કરી રહી છે. આ દરમિયાન હવે બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશી વૈશ્વિક બાળ અધિકાર સંગઠન ‘સેવ ધ ચિલ્ડ્રન’ સાથે હાથ મિલાવી ચૂકી છે.

આ સંસ્થાના સહયોગથી હુમાએ દિલ્હીમાં હંગામી હોસ્પિટલ બનાવવાની પહેલ કરી છે. મળતી માહિતી મુજબ આ હંગામી હોસ્પિટલમાં 100 બેડ અને ઓક્સિજન પ્લાન્ટ હશે. આ પ્રોજેક્ટ કોવિડ દર્દીઓને ઘરે સારવાર લઈ રહેલા તબીબી કિટ્સ પણ આપશે, જેમાંડોક્ટરની સલાહ અને સાયકો સોશિયલ ચિકિત્સકનો સમાવેશ થાય છે, જેથી દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે.

હુમા કુરેશી ઉપરાંત આ ઉમદા કાર્યમાં હોલીવુડની ફિલ્મ ‘આર્મી ઓફ ડેડ’ ના ડિરેક્ટર જેક સ્નેડરનો પણ સમાવેશ છે. વળી બ્રિટિશ અભિનેતા અને રાપર રિઝવાન અહેમદ પણ આ પહેલમાં હુમાને સમર્થન આપી રહ્યા છે. અભિનેત્રીએ એક વીડિયો શેર કરીને લોકોને દાન માટે અપીલ કરી છે. વીડિયોને ટ્વિટર પર શેર કરતી વખતે હુમાએ કહ્યું, તમારા બધાની જેમ હું પણ આ જીવલેણ બીજી લહેરથી દુખી છું. હવે એકબીજાને મદદ કરવાનો સમય છે. મેં સેવ ધ ચિલ્ડ્રન સાથે હાથ મિલાવ્યા છે.

હુમાએ વધુમાં કહ્યું, ‘જેમ કે તમે બધા જાણો છો કે દિલ્હીમાં હોસ્પિટલો પર ઘણું ભારણ છે, રાજધાનીને સહાયની જરૂર છે. મેં સેવ ધ ચિલ્ડ્રન સાથે વિશેષ પ્રોજેક્ટ પર કામ કર્યું છે. અમે શહેરમાં 100 બેડની કોવિડ સુવિધા બનાવવાનું વિચારી રહ્યા છીએ. આ કટોકટીની તબીબી સુવિધામાં અનુભવી તબીબી વ્યાવસાયિકો, દવાઓ અને તેના પોતાના ઓક્સિજન પ્લાન્ટ હશે.

Back to top button