BollywoodIndia

તારક મહેતા ની બબીતા એવું બોલી ગઈ કે તેની ધરપકડ કરવા માટે લાખો લોકો માંગ કરી રહ્યા છે, જાણો કારણ

તારક મહેતા ઉલટા ચશ્મા સીરીયલ ની જાણીતી અભિનેત્રી બબીતા એટલે કે મુનમુન દત્તા એક વીડિયોમાં જાતિ આધારિત અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા, જેના પગલે ટ્વિટરે તેમની વિરુધ ટ્રેન્ડ ચાલી રહ્યું છે અને લાખો લોકો તેની ધરપકડની માંગ કરી રહ્યા છે. ટ્વિટર પર #ArrestMunmunDutta હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે.

મુનમૂન દત્તાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના પ્રશંસકો સાથે વાતચીત કરતી જોવા મળી રહી છે. તેના મેકઅપની વાત કરતાં તે કહે છે, “હોઠનો રંગ થોડો બ્લશ લાગે છે કારણ કે મારે યુટ્યુબ પર આવવું છે, હું સારું દેખાવા માંગું છું. હું *** જેવી દેખાવા નથી માંગતી.

ખરેખરમાં આ શબ્દ દલિત સમાજના લોકો જે સ્વચ્છતા માટે કાર્ય કરતા હોય છે તેમના માટે વપરાય છે. જેથી સમાજના લોકો આ શબ્દ ની મજાક ન ઉડાવવા કહી રહ્યા છે અને મુનમુન દત્તા ની ધરપકડની માંગ કરી રહ્યા છે. જુઓ વિડીયો,

મુનમુન વિરુદ્ધ લખતાં એક જનરલે કહ્યું કે, “આ હલકી માનસિકતા પર મુનમુન દત્તાની જાતિવાદી ટિપ્પણી કરવા માટે એસસી-એસટી એક્ટ હેઠળ મુકદ્દમો દાખલ થવો જોઈએ.”

મુનમુન દત્તાએ પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. તેણે ‘હમ સબ બારાતી હૈ’ થી ટેલિવિઝન પર પ્રવેશ કર્યો હતો. અભિનેત્રી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ થી ખ્યાતિ મેળવી હતી. તે મુંબઈ એક્સપ્રેસ અને હોલિડે જેવી ફિલ્મોનો પણ ભાગ રહી ચૂકી છે.

Back to top button