CrimeInternational

અંધાધુધ ફાયરીંગમાં 8 બાળકો સહિત 13 લોકોના મોત, સુરક્ષાબળો એ 2 હુમલાખોરો ને ઠાર કર્યા

રશિયાના કાઝાન શહેરની એક શાળામાં આજે હુમલાખોરો એ પ્રવેશ કર્યો અને અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃત્યુ પામનારા લોકોમાં 8 બાળકો અને એક શિક્ષક હોવાનું જણાવાયું છે. ઇમર્જન્સી સર્વિસના પ્રવક્તા અનુસાર હુમલો થયો ત્યારે બે બાળકો ત્રીજા માળેની બારીમાંથી કૂદી ગયા હતા. તેનું ઉંચાઇ પરથી પડવાને કારણે મોત થયું છે.

રશિયાની ન્યૂઝ એજન્સી આરઆઈએએ અહેવાલ આપ્યો છે કે શાળાના ચોથા માળે આવેલા એક હુમલાખોરે કેટલાક લોકોને બંધક પણ બનાવ્યા છે. ઘાયલ થયેલા 12 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શાળાની અંદર બ્લાસ્ટ પણ થયો છે. હુમલાની જાણ થતાં સુરક્ષાબળ પહોચી ગયું હતું અને હુમલાખોરો ને ઠાર કર્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર મારવામાં આવેલા શૂટરની ઉંમર 19 વર્ષ છે. તેની પાસે રજિસ્ટર્ડ બંદુક હતી. બનાવ અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે 17 વર્ષીય શંકાસ્પદ વ્યક્તિની પણ ધરપકડ કરી છે. આ હુમલામાં તેનો હાથ હોવાની આશંકા છે. સ્કૂલ બિલ્ડિંગ ને થયેલા વિડીયો પણ સામે આવી રહ્યા છે.

Back to top button