Corona VirusDelhiIndiaNews

ભારત બાયોટેક રાજ્યોને રસી સપ્લાય નથી કરી રહી? કંપનીએ કર્યો ખુલાસો

દેશમાં હાલ કોરોના સામે રસીકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે રસી ના સ્ટોક અંગે સવાલો ઉભા થયા છે.દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે કોવેક્સિન રસી ના ઉત્પાદકોએ તેમને સ્પષ્ટ કહ્યું છે કે તેઓ અમને વધુ ડોઝ આપી શકશે નહી. મનીષ સિસોદિયાએ કહ્યું કે કંપનીએ ગઈકાલે એક પત્ર લખીને કહ્યું છે કે રસી ઉપલબ્ધ ન હોવાથી તેઓ રસી નહી આપી શકે.

તેઓએ કહ્યું છે કે તેઓ સંબંધિત સરકારી અધિકારીઓના કહેવાથી રાજ્યોને રસી આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે કેન્દ્ર કહે છે તેના કરતા વધારે ડોઝ આપી શકશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘કોવેક્સિન’ બનાવતી કંપનીના પત્રથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર નિર્ણય કરે છે કે રસીના કેટલા ડોઝ કયા રાજ્યને મળશે. સિસોદિયાએ કહ્યું કે અમે કેન્દ્રને વિનંતી કરીએ છીએ કે પરિસ્થિતિની ગંભીરતાને સમજીને રસી ની નિકાસ અટકાવો અને અન્ય કંપનીઓ સાથે પણ રસીની ફોર્મ્યુલા શેર કરો.

આ મામલે રસી બનાવનાર ભારત બાયોટેક કંપનીએ ખુલાસો કર્યો છે. ભારત બાયોટેકના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા ઇલાએ ટ્વિટ કર્યું છે કે કંપનીએ 10 મેના રોજ 18 રાજ્યોમાં કોવેક્સિન રસી મોકલી દીધી છે. તેમણે લખ્યું કે ઓછી સુવિધા હોવા છતાં રસી ના ડોઝ 18 રાજ્યોમાં પહોંચાડવામાં આવી છે. કેટલાક રાજ્યો ફરિયાદ કરે છે તે જોઈને નિરાશા થાય છે. કોવિડને કારણે અમારા ઘણા કર્મચારીઓ કામ પર નથી આવતા, તેમ છતાં અમે લોકડાઉન વચ્ચે તમારા માટે કામ કરી રહ્યા છીએ.

હૈદરાબાદમાં સ્થિત ભારત બાયોટેક આંધ્ર પ્રદેશ, હરિયાણા, ઓડિશા, આસામ, જમ્મુ અને કાશ્મીર, તામિલનાડુ, બિહાર, ઝારખંડ અને દિલ્હી, છત્તીસગ,, કર્ણાટક, તેલંગાણા, ત્રિપુરા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સહિતના 18 રાજ્યોમાં રસી ના ડોઝ મોકલે છે.

Back to top button