BharuchGujaratSouth Gujarat

ભરૂચ: કાર ખીણમાં ખાબકતા 3 યુવતી સહિત 5 લોકોના મોત, 7 લોકો ઘાયલ

ભરૂચ જિલ્લાના નેત્રંગ-રાજપીપળા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બુધવારે સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત 5 નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને 7 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોમાંથી 3 ની હાલત ગંભીર છે. આ અકસ્માત થયો તે વાહનમાં 12 મુસાફરો સવાર હતા.

એક ઘાયલ મુસાફરના કહેવા મુજબ અકસ્માત સામે કાર બીજા વાહન સાથે ટકરાઈ હતી. આને કારણે કાર બેકાબૂ બની હતી અને ખાડામાં પડી ગઈ હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોનો અવાજ સાંભળીને પસાર થતા લોકો અને આજુબાજુના ગામના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને બચાવ્યા હતા.

જો કે અકસ્માત એટલોમ ગંભીર હતો કે ૫ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક ત્રણેય મહિલાઓ નોકરી પર જઇ રહી હતી. અકસ્માતમાં 23 વર્ષીય ચંદ્રિકાબેન વસાવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કારમાં સવાર અન્ય મુસાફરોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે રાજપીપળા ખસેડાયા હતા.

Back to top button