Corona VirushealthIndiaNews

ડોકટરે વિડીયો વાયરલ કર્યો: 30 મિલી દારુ પીઓ અને કોરોના ને ભગાડો

દેશમાં કોરોનાની બીજી લહેર કહેર વર્તાવી રહી છે.દરરોજ 3 લાખથી વધુ કોરોના દર્દીઓનો દેશમાં સામે આવી રહ્યા છે. આ રોગચાળા સામે લડવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. હજી સુધી કોરોના વાયરસને દૂર કરવા માટે કોઈ ચોક્કસ દવાઓ બનાવવામાં આવી નથી. હાલમાં કોરોના રસી દ્વારા લોકોને રોગથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

એક તરફ સારવાર માટે રેમડેસીવીર ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યાં બીજી તરફ મહારાષ્ટ્રના તબીબ અરૂણ ભીસે દારૂ પીને કોરોના ભગાડવાની વિચિત્ર વાત કરી છે. ભારતીય મેડિકલ એસોસિએશને હજી સુધી આવા કોઈ દાવાની પુષ્ટિ કરી નથી. મરાઠીમાં વિડિઓ બનાવીને ડો.અરુણ ભીસે વિડીયો બનાવ્યો છે.

વિડીયોમાં જણાવ્યા મુજબ કોરોના પોઝિટિવ આવ્યા બાદ પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.પછી કોરોનાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને, ટાસ્ક ફોર્સ દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ લેવી જોઈએ. તેમણે કહ્યું કે જે દિવસથી તમારા મોંનો સ્વાદ અને તમારી ભૂખ ઓછી થવા લાગે છે, ત્યારથી જે વસ્તુમાં ૪૦ ટકાથી વધુ આલ્કોહોલ છે તેવી વસ્તુ ખાવા લાગો.

ડોક્ટર ના જણાવ્યા મુજબ એવો કોઈ પણ દારુ પછી તે દેશી દારૂ હોય, વોડકા, બ્રાન્ડી કે વ્હિસ્કી હોય તે લેવી જોઈએ. 30 મિલી દારૂ અને 30 મિલી પાણી ભેળવીને દર્દીને આપવું જોઈએ. ડો.અરુણે કોરોના દર્દીઓને દારૂ આપવા પાછળ કેટલાક કારણો પણ આપ્યા છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ નું ઉપલું પદ લીપીડ નું છે જે આલ્કોહોલના સંપર્ક દ્વારા નાશ પામે છે.

તેથી જ સેનિટાઇઝરથી તમારા હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે. આલ્કોહોલ પીધા પછી તે 30 સેકંડમાં લોહી દ્વારા આખા શરીરમાં પહોંચે છે. ફેફસાં પછી આલ્કોહોલ હવાના સંપર્કમાં આવે છે અને વાયુમાર્ગમાંથી બહાર નીકળી જાય છે. આ પ્રક્રિયા દરમિયાન, શરીરમાં હાજર કોરોના વાયરસ નિષ્ક્રિય થઈ જાય છે.

કોરોના પોઝીટીવ દર્દીઓ માનસિક તણાવમાં પણ હોય છે. આ આલ્કોહોલ આ તાણને ઓછું કરવાનું પણ કામ કરે છે. ડોકટર કહે છે કે તેમણે અત્યાર સુધીમાં 40 થી 50 દર્દીઓને દારૂ પીવાની સલાહ આપી છે. તે દર્દીઓને દવાઓની સાથે મર્યાદિત માત્રામાં દારૂના સેવન વિશે પણ કહે છે. તેમણે કહ્યું કે આ તકનીકી દ્વારા અત્યાર સુધી 40 થી 50 દર્દીઓ સાજા થયા છે, જેમાંથી 10 દર્દીઓ ગંભીર રીતે બીમાર હતા. હજુ સુધી એક પણ દર્દી મૃત્યુ પામ્યો નથી.

Tags
Back to top button