India

હવે કોરોના રસી ના રજીસ્ટ્રેશન માટે આ ડોક્યુમેન્ટ ની જરૂર નહી

કોરોના મહામારી દરમિયાન કોઈ પણ સંસ્થા આધારકાર્ડ ન હોવાથી કામ કરવાની માની કરી શકશે નહી. કેન્દ્ર સરકારની એજન્સી અને આધાર કાર્ડ બનાવતી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ શનિવારે તેની જાહેરાત કરી. યુઆઈડીએઆઈએ જણાવ્યું હતું કે, જો કોઈની પાસે આધારકાર્ડ નથી અથવા કોઈ કારણોસર ઓનલાઇન ચકાસણી કરવામાં અસમર્થ છે, તો સંબંધિત એજન્સી અથવા વિભાગે આધાર અધિનિયમ 2016 ની કલમ 7 હેઠળ પોતાનું કામ પૂર્ણ કરવું પડશે. સંબંધિત કંપની અથવા એજન્સી તેને રોકી શકે નહીં.

આધાર કાર્ડ એ રસી નોંધણી માટે જરૂરી ઓળખકાર્ડ માંથી એક છે. પરંતુ બીજા ઘણા દસ્તાવેજો છે જેનો આધારકાર્ડ ન હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે. રસી નોંધણી માટે પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારી આરોગ્ય વીમા કાર્ડ, પેન્શન દસ્તાવેજો પણ માન્ય છે.

કોરોના રોગચાળા દરમિયાન, સરકારી અને ખાનગી સંસ્થાઓ જો આધાર કાર્ડ ન હોય તો તે વ્યક્તિ અથવા તેના પરિવારના લાભોને નકારે તો આવી સ્થિતિમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં એવા ઘણા કિસ્સા બન્યા છે કે જેમાં આધારકાર્ડ ન હોવાને કારણે લોકો પરત ફર્યા છે.

પછી ભલે તે દર્દી નો હોસ્પિટલમાં દાખલ થવાનો મામલો હોય અથવા એજન્સી દ્વારા આરોગ્ય વીમા હેઠળ સારવાર આપવાનો મુદ્દો હોય. રાશન અને પેન્શન જેવી સુવિધાઓ માટે પણ આધારકાર્ડ હોવું જરૂરી નથી. 13 મેના રોજ ઉત્તર પ્રદેશ સરકારે રસી માટે આધારકાર્ડની આવશ્યકતા દૂર કરી હતી. એટલે કે 18+ વયના લોકો કે જે યુપીમાં કાયમી અથવા અસ્થાયી રૂપે રહે છે, તેમને રસીકરણ માટે આધારકાર્ડ બતાવવાની જરૂર રહેશે નહીં. રાજ્ય સરકારે આ અંગેના નિયમોમાં ફેરફાર કર્યા છે.

Back to top button