International

ઇઝરાયલ નો સપાટો: ગાઝામાં એરસ્ટ્રાઈક કરીને અલ જઝિરા જેવા મોટા મીડિયા હાઉસની બિલ્ડીંગ તોડી પાડી, પીએમ કોઈને છોડવાના મુડમાં નહી

ઇઝરાઇલ ડિફેન્સ ફોર્સ એ આજે શનિવારે સાંજે હવાઇ હુમલો કરીને 12 માળના એક બિલ્ડીંગ ને તોડી પાડી હતી જેમાં અમેરિકન મીડિયા એસોસિએટ પ્રેસ અને કતારના મીડિયા હાઉસ અલ જઝિરા સહિતના અનેક ન્યૂઝ ગ્રુપ ની ઓફિસો હતી. આઈડીએફે હુમલાના આશરે એક કલાક પહેલા ઘોષણા કરી હતી. લોકોને બિલ્ડીંગ ખાલી કરાવવા જણાવ્યું હતું. બરાબર એક કલાક પછી, ઇઝરાઇલના લડાકુ વિમાન દ્વારા બોમ્બમારો શરૂ થયો. થોડીક જ સેકંડમાં 12 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ.

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 126 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમાં 31 બાળકો પણ શામેલ છે. બંને પક્ષે થયેલા હુમલામાં 950 થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલા લોકોમાંથી 9 ઇઝરાયલી અને બાકીના પેલેસ્ટિનિયન છે.

આઈડીએફએ એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું છે કે શુક્રવારે રાત્રે 7 વાગ્યાથી શનિવારે સવારે 7 વાગ્યા સુધી ગાઝા પટ્ટી પર ઇઝરાઇલથી 200 રોકેટ છોડવામાં આવ્યા હતા. તેમાંથી 100 થી વધુ હવામાં આયર્ન ડોમથી નાશ થયા હતા. આ ઇઝરાઇલના વસ્તી ક્ષેત્રમાં આવવાના હતા.

સીરિયાએ પણ શનિવારે ઇઝરાઇલ પર 3 રોકેટ લોન્ચ કર્યા હતા. તેમાંથી એક મિસફાયર થયું અને સીરિયામાં જ પડ્યું હતું. ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના યુદ્ધ પછી બંને દેશોમાં રમખાણો ફેલાઈ રહ્યા છે. પેલેસ્ટાઇનના આરોગ્ય વિભાગે શુક્રવારે કહ્યું હતું કે રમખાણોમાં લગભગ 9 લોકો માર્યા ગયા હતા. આઈડીએફએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ગાઝા પછી હવે પશ્ચિમ કાંઠેથી ઇઝરાઇલમાં પત્થરો અને બોમ્બ ફેંકવાની ઘટના શરૂ થઈ છે.

Back to top button