IndiaPolitics

કોરોનાગ્રસ્ત મંત્રી હોસ્પીટલમાં પોતું કરી રહ્યા છે, કહ્યું કે દરેકે આવું કરવું જોઈએ

કોરોના ના કારણે લોકો પરેશાન થઇ ગયા છે અને રીપોર્ટ પોઝીટીવ આવતા જ હોસ્પીટલમાં બેડ મળશે કે નહી તેની ચિંતા શરુ થઇ જતી હોય છે. હોસ્પીટલમાં સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે પરત ફરતા જંગ જીત્યાનો અહેસાસ થતો હોય છે.આવી સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ મિઝોરમ ના મંત્રી આર લાલજિરલેના નો ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

મંત્રી કોરોનાગ્રસ્ત છે અને તેમની પત્ની અને બાળકો પણ કોરોનાગ્રસ્ત છે. મંત્રીની સાથે તેમની પત્ની અને બાળકો પણ ઝોરામ મેડિકલ કોલેજમાં દાખલ છે. આવી સ્થિતિમાં જ્યારે મંત્રી તેમના વોર્ડના ફ્લોર પર પોતું કરતા હતા ત્યારે કોઈએ તેમનો ફોટો પાડ્યો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આર લાલજિરલેના એ કહ્યું કે તેઓ આ કામ કરીને કોઈને શરમમાવવા નથી માંગતા પરંતુ બીજાઓને પ્રેરણા આપવા માંગે છે કે દરેકે આવું કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે તેણે સફાઈ કામદારને બોલાવ્યો હતો પરંતુ તે ન આવ્યો તો જાતે જ સફાઈ કરી દીધી હતી.મંત્રીએ કહ્યું કે આમાં કઈ શરમ આવે એવું નથી. હું ઘરે પણ આ કરું છું. જ્યારે જરૂર પડે ત્યારે હું જાતે ઘરની સફાઈ કરવાનું પસંદ કરું છું.

Back to top button