CrimeIndiaMadhyapradesh

ગેમ રમવા માટે બોલાવ્યો: 2 મિત્રો બદલો લેવા માટે ગામની બહાર લઇ ગયા, ગેમની જેમ ગળા પર વાર કરીને મોતને ઘાટ ઉતાર્યો અને ખાડામાં દાટી દીધો

મધ્યપ્રદેશના રતલામમાં એક સગીરની તેના બે મિત્રોએ જ હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. તેને મોબાઇલ પર ગેમ રમવા માટે ગામની બહાર બોલાવવામાં આવ્યો હતો. ગેમ રમતી વખતે, તેનું ગળું ટાસ્કની જેમ જ ફેરવી નાખ્યું હતું જેથી ગળાનું હાડકું તૂડી ગયું અને સ્થળ પર જ તેનું મોત નીપજ્યું. આ વાત ની કોઈને જાણ ન થાય તે માટે તેની લાશ ને ખાડામાં દાટી દીધી હતી. સગીર ઘરે ન પહોચતા શોધખોળ હાથ ધરાઈ હતી. પોલીસ પૂછપરછમાં બંને આરોપી ઝડપાયા હતા. તેમાં એક આરોપી સગીર છે.

આ ઘટના રતલામના અલોટથી 5 કિમી દૂર દયાલપુરા ગામની છે. મરનાર બાળકનું નામ વિશાલસિંહ જેની ઉંમર ૧૫ વર્ષ હતી.આરોપી ઉલ્ફત સિંઘ (18) અને એક 16 વર્ષનો સગીર તેના સારા મિત્રો હતા. ત્રણેયને મોબાઇલ પર ગેમ રમવાની ટેવ હતી.પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના પિતા નેપાળસિંહે શનિવારે સવારે પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે તેનો પુત્ર વિશાલ શુક્રવારની રાતથી ગુમ હતો.

રાત્રે 9 વાગ્યે વિશાલ ને ફોન આવ્યો અને પછી તે બહાર ગયો હતો. આખી રાત તેની શોધખોળ કરવામાં આવી, પરંતુ તે મળ્યો નહી. વિશાલ 9 માં ધોરણનો વિદ્યાર્થી હતો. ફરિયાદ બાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દીપક શેજવારે ગામની પોલીસ ટીમ સાથે પૂછપરછ શરૂ કરી હતી. ગામલોકોએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લી વખત વિશાલ તેના મિત્ર ઉલ્ફાટ અને સગીર સાથે બાઇક પર જતા જોવા મળ્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં બંનેએ ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યું હતું.જો કે કડક પૂછપરછ બાદ બંને ને હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું.

વિશાલે આરોપીના પરિવારને સિગારેટ પીવાનું, તમાકુનું અને યુવતીઓ સાથે સંબંધ હોવાનું જણાવ્યું હતું. આરોપી અલ્ફાત મુજબ, તે તેનાથી ગુસ્સે હતો અને વિશાલ સાથે બદલો માંગતો હતો. તેણે પહેલા ફોન કરીને વિશાલને ગેમ રમવા માટે બોલાવ્યો. પછી બાઇક ગામથી દૂર લઈ ગઈ, જ્યાં પહેલેથી ખાડો ખોદવામાં આવ્યો હતો.

ગેમમાં આવતા ટાસ્કની જેમ બંને આરોપીઓએ વિશાલ નું ગળું એકદમ ફેરવી નાખ્યું જેનાથી તેના ગળા પર ફ્રેકચર થઈ ગયું હતું અને વિશાલનું ત્યાં જ મોત થઇ ગયું હતું. આ પછી બંનેએ મૃતદેહને ખાડામાં દફનાવી દીધો હતો. તેના પર કાદવ અને પત્થરો મૂકી દીધા હતા. પોલીસે બંનેને કોર્ટમાં રજુ કર્યા હતા, જ્યાંથી એકને જેલમાં અને બીજાને બાળ સંરક્ષણ ગૃહ મોકલવામાં આવ્યો હતો.

Back to top button