International

પેલેસ્ટાઇને પહેલા રોકેટ છોડ્યા: ઇઝરાયલે જવાબમાં કાર્યવાહી કરતા 181 પેલેસ્ટાનીઓ ના મોત, મૃતકોમાં 52 બાળકો

ઇઝરાયેલે રવિવારે ગાઝા સિટીમાં એક વિમાન હુમલામાં ત્રણ બિલ્ડિંગો તોડી નાખી હતી અને આ હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતા. એક અઠવાડિયા પહેલા શરૂ થયેલા ઇઝરાઇલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ દરમિયાન એક જ દિવસનો આ સૌથી ભયંકર હુમલો છે.

ગાઝાના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં 10 મહિલાઓ અને આઠ બાળકો પણ છે, જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. અગાઉ ઇઝરાઇલી સૈન્યએ કહ્યું હતું કે તેણે દક્ષિણ શહેર ખાન યુનિસ ખાતેના એક અલગ હવાઈ હુમલોમાં ગાઝાના ટોચના હમાસ નેતા યાહિયા સિંવરના નિવાસસ્થાનને સળગાવી દીધું હતું. હમાસના વરિષ્ઠ નેતાઓના ઘરો પર છેલ્લા બે દિવસમાં આ ત્રીજી હુમલો છે. તે જ સમયે, હુમલાના પગલે હમાસના ઘણા નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

ઇઝરાયેલે હમાસને વધુ નુકસાન પહોંચાડવા માટે તાજેતરના દિવસોમાં હુમલાઓ વધારી દીધા છે. આંતરરાષ્ટ્રીય વાટાઘાટકારો પણ બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હમાસ નેતાઓના નિશાનને કારણે આ પ્રયત્નોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તણાવ ઘટાડવા માટે એક અમેરિકન રાજદ્વારી પણ આ પ્રદેશમાં પહોંચ્યો છે અને રવિવારે યુએન સુરક્ષા પરિષદની પણ બેઠક મળવાની છે.

ગયા સોમવારે યુદ્ધ શરૂ થયું હતું જ્યારે હમાસે યરૂશાલેમને બચાવવાનો દાવો કરી ઇઝરાયલ પર રોકેટ નો મારો ચલાવ્યો હતો. પશ્ચિમ કાંઠે અને ઇઝરાઇલમાં ઘણી જગ્યાએ યહૂદી અને આરબ નાગરિકો વચ્ચે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. આ સંઘર્ષમાં ગાઝામાં 52 બાળકો અને 31 મહિલાઓ સહિત 181 પેલેસ્ટાનીઓ માર્યા ગયા છે અને 1225 લોકો ઘાયલ થયા છે.

Back to top button