AhmedabadAmreliBhavnagarGujaratJamnagarJunagadhMadhya GujaratPorbandarRajkotSaurashtraSouth GujaratSuratValsad

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડું આવ્યા પહેલા જ અસર શરુ: અમદાવાદ,રાજકોટ,વલસાડ,સુરતમાં વરસાદ, લોકોને બહાર ન નીકળવા અપીલ

તાઉ-તે નામનું વાવાઝોડું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર ખાસ કરીને સૌરાષ્ટ્ર ના પોરબંદર, ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, મોરબી, કચ્છ, તેમજ દક્ષીણ ગુજરાત નાભરૂચ, વલસાડ, નવસારી, સુરત જિલ્લામાં થાય તેવી શક્યતા છે.

અમરેલી જાફરાબાદના ત્રણ બંદરો પર સિગ્નલ નંબર 4 આપી દેવાયું છે.જ્યારે જામનગરના બંદરો પર ૨ નંબર નું સિગ્નલ અપાયું છે.ભાવનગર જિલ્લામાં ‘તાઉ-તે’ વાવાઝોડાની તીવ્ર અસરો ની સંભાવના હોવાથી તાત્કાલિક અસરથી ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલા 43 ગામોમાં કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા અપીલ કરાઈ છે.

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઉભારત ગામ નજીકના દરિયામાં કરંટ જોવા મળ્યો છે.આ ઉપરાંત વલસાડ,સુરત,અમદાવાદ,રાજકોટ સહીત ના શહેરોમાં વરસાદ પણ શરુ થયો છે.અમદાવાદમાં ભારે પવન ના કારણે જમાલપુર વિસ્તારમાં ઝાડ પડવાની ઘટના પણ સામે આવી છે.

પૂર્વોત્તર અરબી સમુદ્ર અને ગુજરાત દરિયાકાંઠે (પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી) અને દેવભૂમી દ્વારકા, જામનગર અને ભાવનગર જિલ્લામાં 18 મેની શરૂઆતમાં પવન 150-160 થી 175 કિમી પ્રતિ કલાકની ઝડપે વધી શકે છે. પવનની ગતિ 120-150 થી 165 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.

આઇએમડીના ચક્રવાત ચેતવણી વિભાગ અનુસાર 18 મે સુધી પવનની ગતિ 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે વધવાની સંભાવના છે, જ્યારે પવનની ગતિ થોડો સમય માટે 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. આઇએમડીએ અહેવાલ આપ્યો છે કે દક્ષિણ મહારાષ્ટ્ર-ગોવા અને આજુબાજુના કર્ણાટકના દરિયાકાંઠે પવનની ગતિ 70-80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે અને 16 મેના રોજ ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠે પવનની ગતિ 40-50 થી 60 કિ.મી. કલાક દીઠ હોઈ શકે છે.

Back to top button