India

વાવાઝોડા તાઉ-તે એ ગોવામાં તબાહી મચાવી, આવતીકાલે ગુજરાતમાં એન્ટ્રી કરશે

તાઉ-તે વાવાઝોડું ખુબ જ ત્રીવ બની રહ્યું છે. કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાં આ ચક્રવાતનો ભય છે. અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા આ ચક્રવાતી વાવાઝોડાને લઈને ઘણા રાજ્યોમાં ચેતવણી અપાઈ છે. વાવાઝોડાને કારણે ગોવામાં આજે કહેર સર્જાયો છે.

વાવાઝોડું ગોવાના દરિયાકાંઠાના વિસ્તારથી પસાર થયું હતું. ગોવામાં ચક્રવાત તોફાનથી મોટું નુકસાન થયાનું જાણવા મળે છે. રસ્તાઓ પર અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે. રસ્તાના કાંઠે પાર્ક કરેલા વાહનોને ભારે ઝાડ પડવાના કારણે નુકસાન થયું છે, અનેક બિલ્ડિંગોને નુકસાન થયું છે. ગોવાના દરિયાકિનારે જોરદાર પવનની સાથે સાથે મુશળધાર વરસાદ પણ થઈ રહ્યો છે.

બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચક્રવાત તોફાન અંગે આપવામાં આવેલી ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે કટોકટીની બેઠક બોલાવી હતી અને આપત્તિની આ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓની માહિતી લીધી હતી. તોફાનની શક્યતાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં હાઈએલર્ટ ચાલુ છે. સુરત જિલ્લાના 40 ગામો અને ઓલાપાડ ના 28 ગામોને એલર્ટ કરાયા છે.

વાવાઝોડું મુંબઈ દરિયાકિનારે થી પસાર થાવની પૂરી શક્યતા છે તેને ધ્યાનમાં રાખીને બીએમસીએ સેંકડો કોવિડ દર્દીઓને સલામત સ્થળો હોસ્પીટલમાં મોકલ્યા છે. મળતી માહિતી મુજબ બીકેસીમાંથી 243, દહિસરથી 183 અને મુલુંડથી 154 દર્દીઓને સ્થળાંતર કરાયા છે. વાવાઝોડાને કારણે હવામાન ખાતાએ 60-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની ચેતવણી જાહેર કરી છે.

હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન ગુજરાતના વેરાવળ અને પોરબંદરની વચ્ચે માંગરોળ નજીકના કાંઠે ત્રાટકશે તેવી સંભાવના છે. તોફાનની અસર મહારાષ્ટ્ર, કેરળ અને ગુજરાતના દરિયાકાંઠા પર ત્રણ દિવસ સુધી રહેવાની સંભાવના છે. હવામાન વિભાગનો અંદાજ છે કે ચક્રવાતી તોફાન દરમિયાન પવન ની ઝડપ ખુબ જ વધુ હોવાથી લોકોએ સાવચેત રહેવું.

Tags
Back to top button