Corona VirushealthIndiaNews

કોરોના સામે લડવામાં જે રણનીતિ તૈયાર કરતા એ વૈજ્ઞાનીકે રાજીનામું આપી દીધું, સરકાર પર લગાવ્યો મોટો આરોપ

ભારતના સાર્સ-કોવિડ જેનોમ કન્સોર્ટિયમ (INSACOG) ના વૈજ્ઞાનિક સલાહકાર બોર્ડના ચીફ ડો.શાહિદ જમીલે આ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે આ વિશે ન્યૂઝ એજન્સી રોઇટર્સને માહિતી આપી છે. વરિષ્ઠ વાઇરોલોજિસ્ટ ડો.જમિલે થોડા દિવસો પહેલા એજન્સીને કહ્યું હતું કે, ભારતના અધિકારીઓ નિર્ધારિત નીતિ હેઠળ પુરાવા પર વધારે ધ્યાન આપી રહ્યા નથી.

ન્યુ યોર્ક ટાઇમ્સમાં લખાયેલા લેખમાં ડો.જમિલે કહ્યું હતું કે ભારતમાં વૈજ્ઞાનિકો પુરાવાના આધારે નીતિ નિર્માણ પ્રત્યે હઠીલા વલણનો સામનો કરી રહ્યા છે. ભારતના કોવિડ મેનેજમેંટમાં ઘણી સમસ્યાઓ છે. આમાં ઓછા ટેસ્ટ, ધીમુ રસીકરણ અને રસીનો અભાવ શામેલ છે. આ સિવાય હેલ્થકેર વર્ક ફોર્સની પણ ખૂબ જ જરૂર છે.

તેમણે કહ્યું હતું કે ભારતમાં મારા સાથી વૈજ્ઞાનિકો ને આ તમામ પગલાં પર ઘણું સમર્થન મળી રહ્યું છે, પરંતુ તેઓ તથ્યોના આધારે નીતિ બનાવવા પ્રત્યે હઠીલા વલણનો સામનો કરી રહ્યા છે. 30 એપ્રિલના રોજ, 800 થી વધુ ભારતીય વૈજ્ઞાનિકોએ વડા પ્રધાનને તેમને ડેટા પ્રદાન કરવાની અપીલ કરી હતી, જેથી તેઓ વાયરસ વિષે અંદાજો મેળવવા અને તેનાથી બચવા માટે અભ્યાસ કરી શકે.

ડેટાના આધારે નિર્ણયો ન લેવો એ એક બીજી આપત્તિ છે, કારણ કે ભારતમાં રોગચાળો કાબૂમાંથી બહાર ગયો છે.રાયટર્સના એક અહેવાલમાં ડો.જમિલે માર્ચમાં જ ચેતવણી આપી હતી કે ભારતમાં એક નવો અને ચેપી વાયરસ ફેલાયો છે. આ બી.1.617 સ્ટ્રેઈન ના કારણે દેશ કોરોનાની સૌથી ખરાબ લહેરમાંથી પસાર થઈ રહ્યો છે. જ્યારે સમાચાર એજન્સીએ સવાલ કર્યો હતો કે સરકાર આ તથ્યો પર કેમ વધુ ઝડપથી કામ કરી રહી નથી, ત્યારે ડો.જમિલે કહ્યું કે અમને ચિંતા છે કે અધિકારીઓએ નીતિ નક્કી કરી લીધી છે અને આ કારણે તેઓ પુરાવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા નથી.

Back to top button