Gujarat

તાઉ-તે વાવાઝોડાની આંખ 35 કિમી ના ઘેરાવાવાળી છે,આ 5 શહેરોમાં તબાહીનું તાંડવ સર્જાશે

ગુજરાતમાં ૨૩ વર્ષ બાદ આવી રહેલું વાવાઝોડું વિનાશ સર્જશે તેવી પૂરી શક્યતા હાલ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠે એન્ટ્રી કરી ને વાવાઝોડું આખા સૌરાષ્ટ્ર ને ઘમરોળશે. વાવાઝોડાની સેટેલાઇટની તસવીર સામે આવી છે જેમાં 35 કિ.મી.ના પરિઘવાળા વાવાઝોડાની આંખ બતાવવામાં આવી છે. આ આંખ એટલે કે એટલા વિસ્તારમાં વાવાઝોડાની તીવ્રતા ખુબ જ હશે અને ત્યાં વિનસ સર્જાશે.

સેટેલાઇટની તસવીર બતાવે છે કે ગુજરાતમાં પ્રવેશી રહેલા વાવાઝોડાની આંખ 35 કિ.મી. ત્રિજ્યામાં હશે અને ત્યાં તે તબાહી સર્જી શકે છે. આ વિસ્તારોમાં ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જુનાગઢ અને ભાવનગર જીલ્લાનો સમાવેશ થાય છે.આ ૫ જીલ્લામાં તાઉ-તે વાવાઝોડું ખુબ જ ભારે નુકસાન કરશે તેવી પૂરી શક્યતા છે.

વાવાઝોડાની અસર ગુજરાતના સમગ્ર દરિયાકાંઠે અનુભવાઈ રહી છે. વલસાડથી વેરાવળ અને જામનગરથી કચ્છ સુધીના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દરિયાકિનારા વિસ્તારમાં અને ગુજરાતના કેટલાક અન્ય ભાગોમાં જોરદાર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

Back to top button