AmreliGujaratSaurashtra

તાઉ-તે વાવાઝોડા ને કારણે અમરેલી-રાજુલા ના ડેમ ઓવરફલો, નદીઓમાં પુરની સ્થિતિ જુઓ

ચક્રવાત તોફાન ‘તાઉ-તે’ સૌરાષ્ટ્ર પછી અમદાવાદ થઇ રાજસ્થાન સુધી પહોચ્યું હતું. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સોમવારે મોડીરાત્રીથી ભારે વરસાદ ચાલુ છે. અમરેલી-રાજુલામાં ભારે વરસાદને કારણે ડેમ ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક હિંડોરણા નદીમાં પુર આવ્યું છે.

ઉનામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ગીરમાં મોટા વૃક્ષો, ઇલેક્ટ્રિક થાંભલાઓ અને સોલાર પેનલ્સ તૂટી પડ્યા છે. ઝાફરાબાદના ડઝનબંધ ગામોનો સંપર્ક ઘણા સ્થળોએ મોબાઇલ ટાવરો પડી જવાને કારણે ખોવાઈ ગયો છે. ઉના અને ગીર-સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ ઘણાં બધાં વુક્ષો ઉખડી ગયા છે.

સોમવારે રાત્રે ગીર-સોમનાથ જિલ્લાની છ તહેસિલમાં 100 થી 150 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો જેના કારણે ઉના અને કોડીનાર પંથક ના ગામોને મોટું નુકસાન થયું હતુ. કેરી અને નાળિયેરના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. સુત્રાપાડામાં અનેક જગ્યાએ કેરીના બગીચા નાશ પામ્યા છે. તાલાળામાં કેરીના અનેક બગીચા નાશ પામ્યા હતા.

Back to top button