Corona VirusIndiaNewsUP

કોલેજ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર,જાણો વિગતે

યુપીમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહેલા 30 લાખ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે.આ વખતે પણ રાજ્ય સરકાર પ્રથમ અને બીજા વર્ષના સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોશન કરવાની તૈયારી કરી રહી છે.જ્યારે ગ્રેજ્યુએશન ફાઇનલ યરના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની રહેશે,જે જૂન-જુલાઈમાં લેવામાં આવી શકે છે.

તેમાં બીએ,બીએસસી,બીકોમ જેવા અભ્યાસક્રમો શામેલ છે.હાલમાં,ત્રણ કુલપતિઓની એક સમિતિની રચના કરવામાં આવી છે અને આ અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.આ પછી,સરકાર તેની ઘોષણા કરી શકે છે.રાજ્ય સરકારે ત્રણ કુલપતિઓની એક સમિતિ બનાવી છે.

આ સમિતિમાં લખનઉ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.આલોક રાય,કાનપુર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.વિનયકુમાર પાઠક અને રૂહેલખંડ યુનિવર્સિટી બરેલીના કુલપતિ પ્રો.કૃષ્ણા પાલ સિંઘ. શામિલ છે.અહેવાલ છે કે કમિટીની ટૂંક સમયમાં તેની પ્રથમ બેઠક થશે.જેમાં હાલની પરિસ્થિતિ અને વિદ્યાર્થીઓની કારકિર્દીને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે વિદ્યાર્થીઓનો અભ્યાસ સેમેસ્ટર પ્રક્રિયા હેઠળ થાય છે તેઓ પણ 1 થી 5 માં સેમેસ્ટરની પરીક્ષા ન લેવાની તૈયારી કરી રહ્યા છે.જો કે અંતિમ સેમેસ્ટરની પરીક્ષાઓ જૂન અથવા જુલાઈમાં પણ લઈ શકાય છે.આમાં બીટેક,ફાર્મસી,મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમો શામેલ છે.

Back to top button