AmreliBhavnagarBotadGujaratJamnagarJunagadhMorbiPorbandarRajkotSaurashtra

તાઉ-તે ની તબાહી: આજે પીએમ નરેન્દ્ર મોદી ભાવનગર,અમરેલી સહીત સૌરાષ્ટ્ર નું હવાઈ નિરીક્ષણ કરવા ગુજરાત આવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ તાઉતે વાવાઝોડથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ મુખ્યમંત્રી અને ગુજરાતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરશે. પીએમ મોદી આવતીકાલે સવારે ભાવનગર પહોંચશે અને આ પછી વાયુસેનાના હેલિકોપ્ટર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં થયેલા નુકસાન નું નિરીક્ષણ કરશે.

વડા પ્રધાને આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રાજ્યમાં રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે ફોન પર વાતચીત કરી હતી. પીએમ મોદીએ તોફાનનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની પણ વાત કરી છે.

સોમવારે મધ્યવર્તી રાત્રે ચક્રવાતી તોફાન તાઉ તે સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યું હતું જેના કારણે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં કહેર સર્જાયો હતો. તોફાનને કારણે ઘણા જિલ્લાઓમાં 5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે, જેને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે.

સોમવારે રાત્રે ગીર-સોમનાથ જિલ્લાની છ તહેસિલમાં 100 થી 150 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે ઉના, ગીર સોમનાથ અને કોડીનાર પંથ ગામોને મોટું નુકસાન થયું હતું.મોટાભાગના કાચા મકાનો તૂટી ગયા છે.અમરેલીના મોટાભાગના ગામોમાં વીજળી નથી.

Back to top button