AmreliGujaratSaurashtra

તાઉ-તે વાવાઝોડાએ માસુમ બાળકીનો જીવ લીધો: રાજુલામાં દીવાલ ધરાશાયી થતા બાળકી દટાઈ જતા મોત

તાઉ-તે વાવાઝોડાએ અમરેલી સહતી સમગ્ર સૌરાષ્ટ્રમાં તબાહી મચાવી છે.સૌથી વધુ અસર રાજુલામાં થઇ છે. રાજુલાના તવક્કલનગરમાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક મકાનો ની દીવાલો પડી ગઈ હતી જેમાં એક ઘટનામાં એક જ ઘરના ૪ લોકો દટાઈ ગયા હતા. સ્થાનિકોએ ફસાયેલા લોકોને બચાવવા દરવાજો તોડી ને તરત જ બચાવવા ની કામગીરી શરુ કરી હતી.

સદનસીબે પતિ-પત્ની અને એક બાળકને બચાવી લીધો પણ એક માસુમ બાળકી નું મોત નીપજ્યું હતું. મૃતક બાળકીના દાદાએ જણાવ્યું હતું કે, ઘરમાં હમણાં રમતી દીકરી અચાનક જતી રહી છે.ઘટના અંગે દાદા એ કહ્યું કે આ ઘટના રાત્રે 12.30 વાગ્યે બની હતી. વરસાદ પડી રહ્યો હતો તેથી મારો પુત્ર, તેની પત્ની અને બે પુત્રીઓ અંદર હતાં અને અમે અહીં બહાર બેઠાં હતાં.વરસાદ આવ્યો ત્યારે જ દીવાલ પડી ગઈ હતી.

મૃતકના દાદાએ જણાવ્યું હતું કે જ્યારે વરસાદ અને વાવાઝોડાને કારણે દિવાલ તૂટી પડી ત્યારે પુત્રે બુમાબુમ કરી હતી. બાદમાં અમે દરવાજો તોડીને અંદર ગયા હતા.બધાને બહાર કાઢ્યા હતા, દીકરાને માથામાં ઈજા થઇ હતી. દીકરાની મોટી દીકરી હેમખેમ છે પણ અમે નાની દીકરીને ગુમાવી દીધી છે.

Back to top button