AmreliBhavnagarBotadGujaratJamnagarJunagadhPorbandarRajkotSaurashtra

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડું ટકરાયું: સૌરાષ્ટ્રમાં જ્યાં જુઓ ત્યાં તબાહી, જુઓ Photos

ચક્રવાતી વાવાઝોડું તાઉ તે સોમવારે રાત્રે કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને ગોવાને ઘમરોળીને ગુજરાત પહોંચ્યું હતું. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ઝાડ ઉખડી ગયા છે.ભાવનગરમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભાવનગરમાં અનેક જગ્યાએ વૃક્ષો પડવાના અહેવાલ છે. આ સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં પણ વાવાઝોડાએ કહેર સર્જ્યો છે.

સોમનાથ નજીક પાંચ બોટો ફસાયેલી હોવાનું જાણવા મળ્યું છે અને બચાવ કામગીરી ચાલુ છે. તોફાનની અસર આજે બપોર 12 વાગ્યા સુધી રહી શકે છે. જૂનાગaઢમાં મોડીરાતથી જ પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા.

આ સિવાય શહેરના ગાંધી ચોક વિસ્તારમાં આવેલી સિટી રાઇડ બસ પર હોર્ડિંગ્સ પડી ગયું હતું. આને કારણે ગાંધી ચોકથી રેલ્વે સ્ટેશન જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. આ બનાવ અંગે મનપાને જાણ થતાં હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા હતા. રાહતની વાત છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

સોમનાથમાં તોફાનની ભારે અસર જોવા મળી રહી છે. અહી 100 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વરસાદ પણ પડી રહ્યો છે. સમગ્ર શહેરી વિસ્તારમાં વીજળી જતી રહી છે. દરમિયા જસદણ અને રાજકોટ નજીકના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે.

તોફાનના આગમનના આશરે ચાર-પાંચ કલાક પહેલા તેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખાવા માંડી હતી. ક્યાંક મુશળધાર વરસાદ પડ્યો હતો, મોબાઇલ ટાવર-વીજળીના થાંભલાઓ તૂટી પડ્યા હતા, અને છત પરની સોલર પેનલો પણ ઉડી ગઈ હતી.

Tags
Back to top button