BjpGujaratIndiaNarendra Modi

મોદી સરકારનો ખેડૂતોના હિતમાં નિર્ણય: DAP ખાતરની બોરી 2400 ના બદલે 1200 રૂપિયામાં મળશે

કેન્દ્ર સરકારે બુધવારે સાંજે ખેડુતો માટે એક સારા સમાચાર આપ્યા છે. સરકારે ડીએપી ખાતર પરની સબસિડીમાં 140% વધારો કર્યો છે. એટલે કે બોરી દીઠ 500 રૂપિયાને બદલે, ખેડૂતોને 1200 રૂપિયાની સબસિડી મળશે. આનાથી ખેડુતોને પ્રત્યેક બોરી રૂ.2,400 ને બદલે 1200 રૂપિયામાં મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી ઉચ્ચ-સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં વધારો થયો હોવા છતાં, ખેડૂતોને ફક્ત જૂના દરે ખાતર મળશે. કેન્દ્ર સરકાર આ માટે સબસિડી પર વધારાના 14,775 કરોડ રૂપિયા ખર્ચ કરશે. અગાઉ, એકવારમાં બોરી દીઠ સબસિડીની માત્રામાં ક્યારેય આટલો વધારો કરવામાં આવ્યો નથી.

બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય સ્તરે ફોસ્ફોરિક એસિડ, એમોનિયા વગેરેના વધતા ભાવને કારણે ખાતરોના ભાવમાં વધારો થઈ રહ્યો છે. વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારો હોવા છતાં, ખેડૂતોને જૂના દરે ખાતર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગયા વર્ષે ડીએપીનો અસલ ભાવ પ્રતિ બેગ રૂ.1,700 હતો. જેમાં કેન્દ્ર સરકાર બેગ દીઠ 500 રૂપિયાની સબસિડી આપી રહી હતી. તેથી કંપનીઓ ખેડુતોને બેગ દીઠ રૂ.1200 ના દરે ખાતર વેચતી હતી. તાજેતરમાં ડીએપીમાં વપરાતા ફોસ્ફોરિક એસિડ, એમોનિયા વગેરેનાં આંતરરાષ્ટ્રીય ભાવો 60% થી વધીને 70% થઈ ગયા છે.

આ કારણોસર, ડીએપી બેગની વાસ્તવિક કિંમત હવે 2400 રૂપિયા છે, જે ખાતર કંપનીઓ દ્વારા રૂપિયા 500 ની સબસિડીમાં 1900 રૂપિયામાં વેચાય છે. આજના નિર્ણય સાથે, ખેડૂતોને માત્ર 1200 રૂપિયામાં ડીએપી બેગ મળવાનું ચાલુ રહેશે.

Back to top button