International

ઇઝરાયલ ની સેનાએ હમાસ ની સુરંગ નેટવર્ક ને ઉડાવી, 25 મિનીટ સુધી ધડાધડ હુમલા કર્યા

પેલેસ્ટાઇન સામેની તેની કાર્યવાહીમાં ઇઝરાઇલ સતત ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો કરી રહ્યું છે. બુધવારે સવારે ઇઝરાઇલના તાજેતરના હવાઈ હુમલામાં, ગાઝા પટ્ટીમાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ. ઇઝરાઇલ સૈન્યનું કહેવું છે કે તેણે હમાસ રોકેટ હુમલાના જવાબમાં આ હવાઇ હુમલો કર્યો છે.

બુધવારે વહેલી સવારના ગાળામાં ઇઝરાઇલની એરસ્ટ્રાઇકમાં ગાઝાની એક ઇમારત સંપૂર્ણપણે નષ્ટ કરાઈ હતી જેમાં 40 લોકો રહેતા હતા. આ બિલ્ડિંગમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે તેમના મકાન પર હુમલો કરતા પહેલા ખાન યુનિસની ઇમારત પર હુમલો થયો હતો. આ પછી, આ લોકો પણ તેમના મકાનની બહાર આવી ગયા હતા.

એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, ઇઝરાઇલી સેનાએ ખાન યુનિસ અને રાફા શહેરોની આજુબાજુના ઉગ્રવાદીઓની ટનલમાં બનાવવામાં આવેલ મહત્વપૂર્ણ નેટવર્કને નિશાન બનાવ્યું હતું. ઇઝરાઇલી સૈન્યએ કહ્યું કે 52 લડાકુ વિમાનોએ 25 મિનિટ સુધી આતંકવાદીઓના 40 અન્ડરગ્રાઉન્ડ લક્ષ્યો પર બોમ્બ ધડાકા કર્યા. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઇઝરાઇલની હવાઈ હુમલોમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે 8 લોકો ઘાયલ થયા છે.

Back to top button