healthIndia

માસ્ક લગાવીને કિસ કરવી કેટલી સુરક્ષિત? એક્સપર્ટે કહ્યું જાણી લો

સેલિબ્રિટીઝ મોટેભાગે એક બીજાને માસ્ક સાથે જ કિસ કરતા જોવા મળે છે, ઘણી વાર ફ્લાઇટ પહેલા તેઓ કિસ કરીને અલવિદા કહેતા હોય છે. અભિનેતા વરુણ સૂદે કેપટાઉન જતા પહેલા મુંબઇ એરપોર્ટ પર તેની ગર્લફ્રેન્ડ દિવ્યા અગ્રવાલને માસ્ક પહેરીને કિસ કરી હતી. આ સાથે જ રાહુલ વૈદ્યે દિશા પરમારને કિસ પણ કરી હતી. પણ માસ્ક પહેરીને કિસ કરવી કેટલી સુરક્ષિત છે?

દિલ્હી સ્થિત સ્ત્રી વિશેષજ્ઞ અને શાંતા ફર્ટિલિટી સેન્ટરના મેડિકલ ડિરેક્ટર ડો.અનુભા સિંઘ કહે છે એક માસ્ક બીજા વ્યક્તિનું રક્ષણ કરે છે. તે તમારા શ્વસનના ડ્રોપ્સ ફેલાવતા અટકાવે છે.કોરોના નું જોખમ ઓછું કરવા માટે બંને લોકોએ માસ્ક પહેરવા જોઈએ એટલે કે જો ૨ લોકો એકબીજાને મળે તો બન્ને એ માસ્ક ફેરવું જરૂરી છે.

ડો. સિંહે આગળ કહ્યું, માસ્ક નિરોધ જેવું છે. જ્યાં સુધી તમે તેમને યોગ્ય રીતે કેવી રીતે પહેરવાનું નથી જાણતા ત્યાં સુધી તે કામનું નથી. તે 100 ટકા સલામત નથી. તેથી ચુંબન કરતી વખતે ખૂબ કાળજી લેવી પડશે.જો કોઈ વ્યક્તિ જાહેરમાં ચુંબન કરતા સમયે માસ્ક નહી પહેરે તો કોરોના નો ખતરો હજુ વધશે.

આઇવીએફ સેન્ટરના આઇવીએફ સ્પેશિયાલિસ્ટે કહ્યું કે આ ખૂબ જ ખતરનાક છે કારણ કે માસ્કની બાહ્ય સપાટીમાં અન્ય લોકોનો સૌથી વધુ વાયરસ હોય છે. માસ્ક સાથેનો સંપર્ક જોખમી હોઈ શકે છે. તેથી માસ્કના બહારના ભાગના સંપર્કમાં આવવું એ પણ જોખમી છે.જેથી માસ્ક પહેરીને ચુંબન કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે.

Back to top button