GujaratNarendra Modi

તાઉ-તે વાવાઝોડા બાદ પીએમ મોદી ગુજરાત આવ્યા: ગુજરાતને આપ્યા 1000 કરોડ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તોફાનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અમદાવાદ પહોંચી ગયા છે. અહીં તેમણે સીએમ વિજય રૂપાણી અને અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને ગુજરાતને તાત્કાલિક નાણાંકીય સહાય આપવા કેન્દ્રની જાહેરાત કરી હતી. આ ઉપરાંત આખા દેશમાં તોફાનને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.

પીએમ મોદી સીધા દિલ્હીથી ભાવનગર પહોંચ્યા હતા. અહીંથી તેમણે આર્મી હેલિકોપ્ટર દ્વારા લગભગ 1 કલાક 50 મિનિટનો હવાઈ સર્વે કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની સાથે હતા. બાદમાં સમીક્ષા બેઠક મળી થી જેમાં સીએમ સહીત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. સમીક્ષા બેઠક બાદ પીએમ મોદીએ વાવાઝોડામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા તત્કાલ ૧૦૦૦ કરોડ સહાય ની જાહેરાત કરી હતી.

મંગળવારે વડા પ્રધાને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ અંગે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ સાથે, તેમણે તોફાનને કારણે થયેલા નુકસાનની ભરપાઇ માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની પણ વાત કરી છે.

સોમવારે રાત્રે ચક્રવાતી તોફાન ‘તાઉ-તે’ સૌરાષ્ટ્રમાં ત્રાટક્યું હતું જેના કારણે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં કહેર સર્જાયો હતો. તોફાનને કારણે ઘણા જિલ્લાઓમાં 5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે, જેને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે.

Back to top button