BollywoodIndia

સોનુ સુદે ડોક્ટરોને સવાલ કર્યો: જે દવા બજારમાં મળતી જ નથી, તે દર્દીઓને કેમ લખી આપો છો

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ કોરોનાવાયરસ રોગચાળાની વચ્ચે મસીહા તરીકે સામે આવ્યા છે. સોનુ સૂદે ગયા વર્ષે સ્થળાંતર કરાયેલા મજૂરોને મદદ કરવાથી લઈને હાલની પરિસ્થિતિમાં ઓક્સિજન સિલિન્ડર આપવાની સાથે સાથે હોસ્પિટલોમાં પલંગની વ્યવસ્થા કરી હતી. સોશિયલ મીડિયાથી તે પોતાની ટીમમાં ખૂબ જ સક્રિય રહ્યો છે. સોનું સુદ અનેક લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ કરી રહ્યો છે.

ઘણી વખત જોવા મળ્યું છે કે ડોકટરો કોરોનાવાયરસથી સંક્રમિત દર્દીઓ માટે રિમેડિસિવરના ઇન્જેક્શન પ્રિસ્ક્રીપ્શનમાં લખી આપે છે. પરંતુ બ્લેક માર્કેટિંગ અને સ્ટોકની અછતને કારણે, આ ઇન્જેક્શન બજારમાં મળતા જ નથી. રેમડેસીવીર ઇન્જેક્શન નો સ્ટોક બજારમાં ઓછો હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દવાઓ અને ઇન્જેક્શન ની અછત ને જોતા સોનું સુદે ડોકટરોને અપીલ કરી છે કે જે દવાઓ બજારમાં યોગ્ય રીતે મળે છે, ડોકટરો દર્દીઓને આ દવાઓ કેમ નથી લખી દેતા?

સોનુ સૂદે હાલમાં જ કરેલા ટ્વિટમાં ડોકટરોને ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા. સોનુ સૂદે ટ્વીટ કર્યું, જ્યારે દરેકને ખબર છે કે આ ઇન્જેક્શનો બજારમાં હાજર નથી ત્યારે શા માટે લોકોને આ ઇન્જેક્શન લખી આપવામાં આવે છે? જ્યારે આ દવા હોસ્પિટલમાં જ ઉપલબ્ધ નથી, ત્યારે સામાન્ય માણસ ક્યાંથી લાવશે?

Tags
Back to top button