AmreliGujaratSaurashtra

તાઉ-તે તોફાને તારાજી સર્જી: ઉનામાં 10માંથી 9 પેટ્રોલપંપ ને નુકસાન, એક જ ચાલુ હોવાથી લોકો ઉમટી પડ્યા

ચક્રવાત તાઉ-તે એ ગુજરાતમાં કહેર ફેલાવ્યો છે. રાજ્યમાં સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના ઉના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી છે. જેના કારણે શહેરમાં 10 માંથી 9 પેટ્રોલ પમ્પ ખુલી શક્યા નહીં. જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા પેટ્રોલપંપ ને ભારે નુકસાન થયું છે.

શહેરમાં એક જ પેટ્રોલપંપ ખુલવાને કારણે લોકોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. વાહનો ની લાઈનો લાગતા લોકો બોટલો લઈને પેટ્રોલ લેવા પહોચી ગયા હતા.પેટ્રોલ લેવા લોકો ઉમટી પડયા અને ભીડ ભેગી થઇ ગઈ હતી. લોકો કોરોના ને પણ ભૂલી ગયા હતા.બાદમાં સ્થિતિ ને કાબુમાં લેવા પોલીસ પણ બોલાવવી પડી હતી.

વાવાઝોડાથી સૌરાષ્ટ્રનું ઉના શહેર સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યું છે. વિવિધ સ્થળોએ ઝાડ પડવાના કારણે અને ભારે વરસાદને કારણે કાચા રસ્તાઓ અને સિંગલ લેન રસ્તાઓ ધોવાઈ ગયા છે. સેંકડો ઇલેક્ટ્રિક પોલ્સ પડવાના કારણે ડઝનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. ઉના આસપાસના અનેક ગામોનો સંપર્ક મોબાઇલ ટાવરો પડવાને કારણે ખોવાઈ ગયો છે. સમગ્ર ઉનામાં જનજીવન ને બહરે અસર થઇ છે.

સોમવારે રાત્રે ગીર-સોમનાથ જિલ્લાની છ તહેસિલમાં 100 થી 150 કિ.મી/કલાક ની ઝડપે પવન ફૂંકાયો હતો. ગિરગઢડા અને કોડીનાર ના ગામોને મોટું નુકસાન થયું હતું.ઠેર ઠેર કાચા મકાનો અને ઝાડ પડી ગયા હતા જેથી રસ્તો પણ બંધ થઈ ગયો છે.

Back to top button