Ajab GajabCrimeInternationalNews

આ મહિલા દારૂના ફૂલ નશામાં પોતાના પતિ ઉપર બેસી ગઈ,અંતે પતિનું ઘટના સ્થળે મોત નીપજયું,

રશિયાથી એક કિસ્સો બહાર આવ્યો છે જ્યા 101 કિલોની પત્ની તે પતિની ઉપર બેઠી ત્યારે પતિનું મૃત્યુ થયું.આ બધું ત્યારે બન્યું જ્યારે પત્નીએ ફૂલ દારૂ પીધો હતો અને પતિને ચૂપ કરવા માંગતી હતી.પોસ્ટના એક અહેવાલ મુજબ,આ કેસ રશિયાના એક શહેરનો છે.અહીં,કોઈ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ વિવાદ વધતો ગયો હતો.

આ દરમિયાન પત્ની દારૂના નશામાં આવી ગઈ હતી.પત્નીએ પતિને માફી માંગવાનું કહ્યું પણ તેને સોરી કહ્યું નહીં,ત્યારબાદ ગુસ્સે થયેલી પત્ની તેના પતિના મોં પર બેસી ગઈ.રિપોર્ટ અનુસાર પત્નીનું વજન 101 કિલો હતું,તેણી તેના પતિ પર બેસતાં જ પતિને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.પત્નીને ખબર ન પડી કે તે શ્વાસ લેવામાં સક્ષમ નથી.

તેમનો શ્વાસ અટક્યો નહિ ત્યાં સુધી પત્ની તેના પતિ પર બેસી રહી.તે સમયે બંનેની પુત્રી હાજર હતી,તે દોડીને પાડોશીને લઈ આવી,પરંતુ તે પછી પતિનું મોત નીપજ્યું હતું.થોડા સમય પછી,મહિલાને ખબર પડી કે તેના પતિનું ખરેખર મૃત્યુ થયું છે.પડોશીઓને આ બાબતની જાણ થતાંની સાથે જ મહિલાના ઘરે લોકોનો જમાવડો શરૂ થયો.

મહિલાએ કહ્યું કે તે તેના પતિને મારવા માંગતી નહોતી,તે ઘણું બોલી રહ્યા હતા,તેથી તેમને શાંત પાડવાનો પ્રયાસ કરી રહી હતી.અને મોં બંધ કરવા માટે તેમના મોં પર બેઠી.જો કે પહેલા મહિલા સત્ય જણાવી રહી ન હતી,પરંતુ મેડિકલ રિપોર્ટ બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

રિપોર્ટમાં સ્થાનિક માહિતીના આધારે જણાવવામાં આવ્યું છે કે મહિલા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.એવું કહેવામાં આવ્યું હતું કે આ પોતે એક વિચિત્ર કેસ છે કારણ કે મહિલા કહી રહી છે કે તેનો હેતુ તેના પતિની હત્યા કરવાનો નથી.હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

Back to top button