AAPBjpGujaratNewsPoliticsSouth GujaratSurat

ગોપાલ ઈટાલીયા એ સીઆર પાટીલ ને માજી બુટલેગર કહ્યા, ઈટાલીયા સામે પોલીસ ફરિયાદ

તાઉ-તે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં બહરે તબાહી સર્જી છે ત્યારે હવે રાજકીય વાવાઝોડું પણ આવ્યું છે. વાવાઝોડા દરમિયાન વિસ્તારમાં હિલચાલ અંગે પૂછપરછ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ કરી હતી.જો કે આ પોસ્ટમાં એક ટીપ્પણી અંગે વિવાદ સર્જાયો છે.

ઇટાલીયાએ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટિલને ભૂતપૂર્વ બુટલેગર ગણાવીને એક ટીપ્પણી કરી હતી. સુરતનાં સાત જુદાં જુદાં પોલીસ સ્ટેશનોમાં આ મામલે ઈટાલીયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.આમ આદમી પાર્ટીના નેતાઓ હમેશા ભાજપના નેતાઓને બાનમાં લેતા હોય છે. આપ દ્વારા સોશિયલ મીડિયામાં મોટાભાગે ભાજપના સીઆર પાટીલને નિશાન બનાવવામાં આવતા હોય છે.

18 મે 2020 ના રોજ ઉમેશ મારડિયા હિન્દુ પ્રજાપતિ નામના વ્યક્તિએ સોશ્યલ મીડિયા પર આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા ની એક પોસ્ટમાં ટીપ્પણી કરી હતી કે, “ગોપાલભાઇ જો મેળ પડતો હયો તો એક બ્લેન્ડર નું હાફ મળી જાય તેવું કરો.નવસારીના જલાલપૂરમાં સોડાપાણીની સગવડ છે ને હા ૨ મિત્ર પણ છે અને દારૂની વાત કરાઈ હતી. તેના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ વિવાદિત ટિપ્પણી લખી હતી.ગોપાલ ઈટાલીયા એ આ અંગે ટીપ્પણી કરી કે, માજી બુટલેગર અને હાલમાં નવસારીના સાંસદ સીઆર પાટીલનો સંપર્ક કરો.મેળ પડી જશે.

હવે આ અંગે વિવાદ સર્જાયો છે. ભાજપના સાંસદ સીઆર પાટીલને બુટલેગર કહેતા સુરતના ૭ પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઈટાલીયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ બાબતે ભાજપના કાર્યકરો પણ રોષે ભરાયા છે અને સાયબર ક્રાઈમ અંતર્ગત ફરિયાદ કરાઈ છે.

Back to top button