International

બસ નો વેઇટ કરી રહેલી બાળકીને કિડનેપ કરવા એક વ્યકિત આવ્યો, પણ બાળકીએ એવી હાલત કરી કે જોતા રહી જશો

નાના બાળકો ની સલામતી ખુબ જ જરૂરી છે.બાળકોને એકલા મુકવા જોખમી સાબી થઇ શકે છે પરંતુ ઘણી વખત બાળકો એવી સમજણ બતાવે છે કે લોકો જોતા જ રહી જાય છે. આવું જ એક હિંમતવાન પગલું 11 વર્ષની છોકરીએ ઉઠાવ્યું હતું.બાળકીએ ચાકુ લઈને અપહરણ કરવા આવેલા શખ્શ ને ભગાડ્યો હતો. અમેરિકાના ફ્લોરીડા નો આ કિસ્સો હાલ ખુવ જ ચર્ચાનો વિષય બની ગયો છે.

આ કેસ ફ્લોરિડાના એક વિસ્તારનો છે. આ વિડીયો Twitter પર અપલોડ કરવામાં આવ્યો છે.વીડિયોમાં એક બાળકી શેરીમાં બસની રાહ જોતી જોવા મળી રહી છે. વાહનો નીકળી રહ્યા છે અને બાળક તેની બેગ સાથે બસની રાહ જોઈ રહ્યું છે. પછી એક કાર આવીને અટકી ગઈ અને એક માણસ સાથે ઉતરીને બાળકી તરફ દોડતો હતો.

બાળકી તેને જોઈને ભાગી ગઈ પણ તે વ્યક્તિ બાળકીને લઈને કાર તરફ દોડી ગયો.પછી છોકરી હિંમત બતાવે છે અને તેને તેની સાથે પાડી દે છે. તે પડતાંની સાથે જ માણસનું સંતુલન બગડ્યું અને તે કાર તરફ ભાગવા લાગે છે.બાળકી પણ તેની બેગ તરફ ભાગે છે.તે વ્યકિત પણ ડરીને કાર લઈને ભાગી જાય છે અને બાળકી પામન પોતાના ઘર તરફ ભાગે છે. જુઓ વિડીયો,

શેરીફની ઓફિસ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને જ્હોન-કાર્લોસ એસ્ટ્રાડા નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ છરીવાળી વ્યક્તિની ઓળખ થઈ છે અને તે એક ગુનેગાર ની જ છાપ ધરાવે છે. અગાઉ પણ તે બાળ અપરાધના ગુનામાં પકડાઈ ચુકેલો છે.

લોકોએ બાળકીની હિંમતની પ્રશંસા કરી છે. બાળકીએ જે હિમ્મત બતાવી તે સામાન્ય તો નથી જ.સામાન્ય રીતે બાળકો અઆવી ઘટનાઓથી ડરી જતા હોય છે પણ આ બાળકીએ ચાકુ સાથે આવેલા કિડનેપર ને જ ઉભી પુંછડીએ ભગાડ્યો હતો.

Back to top button