BollywoodCorona VirusIndiaNews

મશહૂર સિંગર અરિજિત સિંહની માતાનું નિધન,કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ હતા,

પ્રખ્યાત ગાયક અરિજિત સિંહની માતાનું નિધન થયું છે.ગુરુવારે કલકત્તાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.તાજેતરમાં,તેમને કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અહેવાલ મુજબ,ગુરુવારે સવારે અરિજિત સિંહની માતાની તબિયત લથડી હતી અને તેમણે સવારે 11 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

થોડા દિવસો પહેલા અરિજિતસિંહે માતા માટે રક્તદાતાની જરૂરિયાત હતી.આ અંગે અભિનેત્રી સ્વસ્તિકાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.જે પછી સામે આવ્યું કે અરિજિત સિંહની માતાની તબિયત ખરાબ છે.તે કોરોના સામે લડી રહ્યા હતા.ચાલો તમને જણાવી દઈએ કે અરિજિત સિંહના બોલિવૂડમાં ઘણાં હિટ ગીતો છે અને તે ઇન્ડસ્ટ્રીમાં ટોપ સિંગર છે.

જેમણે આશિકી 2,કબીરસિંહ,કલંક જેવી ફિલ્મોના હિટ ગીતો ગાયા છે.અરિજિત સિંહે તેમની કારકિર્દીમાં રાષ્ટ્રીય પુરસ્કારથી લઈને 6 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે.તેમના અવાજને કારણે,તેમને રોમેન્ટિક ગીતોનો રાજા કહેવામાં આવે છે.

જણાવી દઈએ કે અરિજિત સિંહ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી આવે છે.જેમને તેમના દાદીએ ઇંડિયન શાસ્ત્રીય સંગીત શીખવ્યું.તેઓ ભણવામાં પણ ઘણા સારા હતા પરંતુ તેમનો ઝોક સંગીત તરફ હતો અને તેમણે તેમની કારકિર્દીમાં સંગીત પસંદ કર્યું.

Back to top button