GujaratInternationalUSA

ન્યુયોર્કમાં સ્ટોર ચલાવનાર પટેલ યુવકની હત્યા, 2 અશ્વેત લોકો એ લુંટ ચલાવી હત્યા કરી

અમેરિકાના ન્યુ યોર્ક સિટીમાં લૂંટના ઇરાદે જનરલ સ્ટોર ચલાવનાર એક ગુજરાતી વેપારીની હત્યા કરાઈ હતી. મૃતક કિંશુક પટેલ આણંદના ભાદરણ ગામનો રહેવાસી હતો. પોલીસે મંગળવારે રાત્રે આ બનાવને અંજામ આપનારા સીસીટીવી ફૂટેજમાંથી બે અશ્વેત લોકોની ઓળખ કરી છે. 35 વર્ષીય કિંશુક ન્યૂયોર્કમાં પિતા, પત્ની અને બે પુત્રો સાથે રહેતો હતો.

ન્યુ યોર્ક પોલીસના જણાવ્યા અનુસાર સ્ટોરના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે કિંશુક સ્ટોર બંધ કરીને ઘરે જવા માટે તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન બે યુવકો આવ્યા હતા અને કેટલીક ચીજવસ્તુઓ માંગી હતી. જ્યારે કિંશુક પટેલે સ્ટોર બંધ કરવાની વાત કહી ત્યારે એક યુવકે તેને તેના માથામાં ભારે હથિયાર વડે માર માર્યો હતો. જ્યારે કિંશુક બેભાન થઈ ગયો હતો, ત્યારે બંને લૂંટારુ તેની પાસે રહેલી રોકડ રકમ અને મોબાઈલ લૂંટીને નાસી છુટયા હતા.

ઘરે આવતાં પહેલાં કિંશુકે કોલ કર્યો હતો, પરંતુ લગભગ બે કલાક સુધી તે ઘરે પહોંચ્યો ન હતો ત્યારે પરિવારજનોએ મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોબાઇલ સ્વીચ ઓફ હતો. આ પછી તેના પિતાએ ન્યૂયોર્કમાં રહેતા એક સંબંધીને ફોન પર જાણ કરી. જ્યારે સંબંધી સ્ટોર પર પહોંચ્યો, ત્યારે કિંશુકને લોહી લથપથ હાલતમાં જોયો હતો.બાદમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને હોસ્પિટલમાં હોસ્પિટલ લઇ જતા હતા ત્યારે રસ્તામાં જ તેનું મોત થઇ ગયું હતું.

ભાદરણ ગામમાં રહેતા કિંશુકના કાકાએ જણાવ્યું કે તે આશરે 10 વર્ષ પહેલાં ન્યૂયોર્ક ગયો હતો. તેણે કોઈ સબંધીની મદદથી જનરલ સ્ટોર ખોલ્યો. તેઓએ પહેલાથી જ ત્રણ જનરલ સ્ટોર્સ ખોલ્યા હતા. કિંશુકના લગ્ન લગભગ 6 વર્ષ પહેલા ગુજરાતના ધર્મજ ગામની રહેવાસી રૂચિતા સાથે થયા હતા. કિંશુક પરિવારનો એક નો એક પુત્ર હતો.

Back to top button