DelhiGujaratIndia

કોરોના મામલે રાહતના સમાચાર: કેસ ઓછા થયા, સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી

દિલ્હીમાં કોરોના વાયરસે ભારે કહેર સર્જ્યો હતો. હોસ્પિટલોમાં, સ્મશાનગૃહની બહાર લાશોની લાંબી કતારો રહેતી હતી. કોરોનાનો ખતરો હજી પણ ખતમ થયો નથી, પરંતુ પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. રાજધાની દિલ્હી માં કોરોનાના નવા કેસો નીચે આવી રહ્યા છે તેમજ મૃતકોની સંખ્યા પણ ઘટી રહી છે.

રાહત ની વાત એ છે કે હવે એક જ દિવસમાં દાખલ કરાયેલા લોકો કરતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા લોકોની સંખ્યા વધુ છે. શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપતા દર્દીઓની સંખ્યા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ કરતા વધુ હતી. ગુજરાત સહીત અનેક રાજ્યોમાં કેસ ઘટવા લાગ્યા છે.

ગુજરાતમાં પણ ગઈકાલે ૨૪ કલાકમાં ૪૨૫૧ કેસ નોંધાયા હતા અને તેનાથી બમણા એટલે કે ૮૦૦૦ થી વધુ દર્દીઓ સાજા થયા હતા.ગઈકાલે રાજ્યમાં ૬૫ દર્દીઓના મોત થયા હતા. હવે રાજ્યમાં મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે.

Back to top button