IndiaUP

દારુ ના અડ્ડા બહાર Social Distance શીખવી રહી હતી પોલીસ, દારૂડિયાઓ એ પોલીસને એવા માર્યા કે…

કાનપુરમાં પોલીસે કોરોના સમયગાળા દરમિયાન માસ્ક ન પહેરવાના કારણે સામાન્ય લોકો ને દંડ કરવાનું ચાલુ રાખ્યું છે પરંતુ લાગે છે કે પોલીસ દારૂ પીનારા સામેં એક્શન નથી લઇ શકતી. દારૂના અડ્ડા બહાર સામાજિક અંતર નું પાલન કરાવવું પોલીસ ને ભારે પડી ગયું હતું.ત્યાં દારૂડિયાઓ દોડી આવ્યા હતા અને પોલીસકર્મીઓને માર માર્યો હતો. હવે તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કાનપુરના ઘાટમપુર વિસ્તારના શ્રીનગર ગામમાં દારૂના અડ્ડા પર હાજર લોકો ને પોલીસે માસ્ક તેમજ Social Distance ના નિયમ નું પાલન નહી કરે તો દંડ કરશે તેવું કહ્યું હતું. તે પછી અચાનક ત્યાં દારૂડિયાઓ દોડી આવ્યા અને પોલીસ પર તૂટી પડ્યા હતા.

પોલીસ ના જવાનો દારૂડિયાઓ ને સમજાવતા રહ્યા અને માર પણ ખાતા રહ્યા. હુમલાની જજાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને ત્યારબાદ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ગામના પ્રધાન ના પુત્ર સહિત 50 અજાણ્યા લોકો પર અનેક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.

ઉત્તરપ્રદેશના કાનપુરમાં આ જોતા લાગી રહ્યું છે કે પોલીસ નું દારૂડિયાઓ પર નિયંત્રણ નથી. એક તરફ દારૂડિયાઓએ પોલીસને સામાજિક અંતર શીખવવા બદલ દોડાવી દોડાવી ને માર્યા હતા ત્યાં બીજી તરફ દારૂની હેરાફેરી કરનારાઓ ને પકડવા ગઈ તો તેમણે પોલીસ ને જ બાનમાં લઇ લીધી હતી.

Back to top button