Corona VirusIndiaNewsRajasthan

ચેતી જાજો: લગ્નમાં સામેલ 95 લોકો કોરોના પોઝીટીવ, દુલ્હન ના પિતાનું પણ મોત

95 people involved in the marriage corona positive

હાલમાં કોરોનાની બીજી લહેર અતિ જોખમી સાબિત થઇ રહી છે ત્યારે પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે.યુપી, બિહાર, રાજસ્થાન સહિત દેશના ઘણા ભાગોથી આવતા કિસ્સાઓ આના સાક્ષી છે. રાજસ્થાન ગામમાં એક જ દિવસમાં 95 લોકો કોરોના પોઝીટીવ આવતા અફરાતફરી મચી ગઈ હતી.

ત્યારબાદ ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઝુનઝુનુ જિલ્લાના સિલુ કલા ગામે ત્રણ લગ્નોમાં ભાગ લેનારા 150 લોકોની કોરોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 95 લોકો કોરોના પોઝીટીવ સામે આવ્યા. એટલું જ નહીં દુલ્હનના પિતાનું પણ મોત નીપજ્યું હતું. ત્યારબાદ આસપાસના ગામોમાં ભયનું વાતાવરણ છે.

સ્યાલુ કલા ગામના રહેવાસી સુરેન્દ્ર શેખાવત કહે છે કે જ્યારે કોરોના ની તપાસ કરવામાં આવી ત્યારે ૯૫ લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા. 25 એપ્રિલના રોજ ત્રણ લગ્ન થયા હતા અને આ દરમિયાન કન્યાના પિતાનું પણ મોત નીપજ્યું હતું. પહેલાં ગામના લોકો કોરોનામાં વિશ્વાસ ન કરતા અને મુક્ત રીતે ફરતા હતા.

જ્યારે દરેકની તપાસ કરવામાં આવી તો હવે અહી ભય નું વાતાવરણ છે અને લોકો તેમના ઘરોની અંદર બેઠા છે. એટલું જ નહીં વીરેન્દ્રસિંહ કહે છે કે તેમના ગામમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં જ અધિકારીઓએ અહીં આવવું યોગ્ય માન્યું ન હતું. લોકો તેમના ગામનું નામ સાંભળતા પહેલાં જ માર્ગ બદલી નાખે છે.

ગામડાઓમાં સંપૂર્ણ સન્નાટો છવાઈ ગયો છે.તમામ સ્તાઓ ખાલી છે, બાળકો ઘરોમાં બંધ છે અને લોકો કામથી જ બહાર નીકળે છે. રાજસ્થાન સરકારે ફક્ત 11 લોકોને લગ્ન સમારોહમાં આવવાની મંજૂરી આપી છે. નિયમો ભંગ કરવા બદલ 1 લાખ રૂપિયા દંડ કરવાનો પણ નિયમ છે. આ હોવા છતાં લોકોએ આ નિયમોને સંપૂર્ણપણે અવગણ્યા અને હવે હેરાન થવાનો વારો આવ્યો છે.

Back to top button