IndiaRajasthan

એરફોર્સનું ફાયટર વિમાન MIG-21 ક્રેશ: પાયલટ અભિનવ ચૌધરી શહીદ થયા

પંજાબના મોગા જિલ્લાના લંગિયાના ખુર્દ ગામે ગુરુવારે રાત્રે એરફોર્સનું ફાઇટર પ્લેન એમઆઈજી-21 ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાઇલટ સ્ક્વાડ્રન અભિનવ ચૌધરી શહીદ થયા છે. વાયુસેનાએ આ ઘટના અંગે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી નો આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક તાલીમ સત્ર દરમિયાન, પાઇલટ અભિનવ ચૌધરીએ મિગ-21 થી રાજસ્થાનના સુરતગઢ જવા રવાના થયા હતા, પરંતુ વિમાન મોગામાં ક્રેશ થયું હતું.

આ અકસ્માતમાં એરફોર્સએફ્ક્ત ફાયટર વિમાન જ નથી ગુમાવ્યું પણ એક જાંબાજ પાયલટ પણ ગુમાવ્યો છે. એરફોર્સના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુ સેના આ દિવસોમાં પશ્ચિમી ક્ષેત્રમાં તાલીમ લઈ રહી છે. જેમાં મોટી સંખ્યામાં લડાકુ વિમાનો ભાગ લઈ રહ્યા છે. ગત રાત્રે લગભગ 1 વાગ્યે સ્ક્વાડ્રોન લીડર અભિનવ ચૌધરી એ તેના મિગ-21 બાઇસન સાથે ઉડાન ભરી હતી.

બાદમાં તે રાત્રે બે વાગ્યે સુરતગઢ એરબેઝ તરફ ફરી રહ્યો હતો. જ્યારે મોગા ઉપર ઉડતી વખતે તેમના વિમાનના એન્જિનમાં આગ લાગી હતી. અભિનવે અંતિમ ક્ષણ સુધી વિમાનને હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓ તેને વસ્તીવાળા વિસ્તારથી દુર લઈ જઈ શકે. તે વસ્તીથી દૂર નીકળી ગયો, પરંતુ ત્યાં સુધીમાં વિમાન નોંધપાત્ર રીતે નીચે આવી ગયું હતું. આવી સ્થિતિમાં પેરાશૂટ ખુલી શક્યું ન હતું. તે પછી વિમાન જોરથી ધડાકા સાથે નીચે પટકાયું હતું. ત્યાંથી ૨ કિમી દુર અભિનવ નો મૃતદેહ મળ્યો હતો.

એસપી હેડક્વાર્ટર ગુરદીપસિંહે જણાવ્યું હતું કે મોગાના લંગિયાના ગામ નજીક વિમાનના દુર્ઘટના વિશે જાણકારી આપવામાં આવી હતી. ટૂંક સમયમાં જ મોગાના એસએસપી હરમનબીર સિંહ ગિલ અને તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાઇલટને શોધવા માટે અલગ ટીમો બનાવી હતી.

તેમણે કહ્યું કે બાથિંદા એરફોર્સ અને હલવારા એરફોર્સની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જેમણે પાઇલટ અભિનવ ચૌધરીની શોધ શરૂ કરી હતી. અભિનવ ચૌધરીનો મૃતદેહ લગભગ 4 કલાક બાદ ખેતરમાંથી મળી આવ્યો હતો.

Back to top button