healthIndia

બાળકોમાં પણ બ્લેક ફંગસ(મ્યુકરમાયકોસીસ) નું જોખમ: અમદાવાદમાં બાળકનો પહેલો કેસ સામે આવ્યો, 13 વર્ષના બાળકની સર્જરી કરાઈ

કોરોના પછી સરકારે હવે મ્યુકેરામિકોસિસ રોગ ને મહામારી તરીકે જાહેર કર્યો છે. બ્લેક ફુગ ઝડપથી ફેલાય છે અને વૃદ્ધો પછી, તે હવે બાળકોમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ આવો જ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજે ચાંદખેડા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં બાળકની સર્જરી કરવામાં આવી હતી અને હવે બાળક જોખમની બહાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાળકની માતાનું મૃત્યુ ગયા વર્ષે કોરોનાથી થયું હતું. આ બાળક પણ ગયા મહિને કોરોના સંક્રમિત થયો હતો જેનાથી તે સાચો થઇ ગયો પણ હવે બ્લેક ફંગસ થી પીડાતો હતો. 13 વર્ષના બાળકમાં બ્લેક ફંગસ નો આ પહેલો કેસ છે.

કેન્દ્ર સરકારે ગઈકાલે કહ્યું હતું કે રાજ્યોએ બ્લેક ફંગસ (મ્યુકરમાયકોસિસ) ને રોગચાળો અધિનિયમ, 1897 હેઠળ રોગચાળો જાહેર કરવો જોઇએ. બ્લેક ફંગસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં 1,500 કેસ છે અને 90 લોકોનાં મોત પણ થયા છે. તે જ સમયે ગુજરાતમાં તેના 1,163 કેસો મળી આવ્યા છે અને 61 લોકોનાં મોત નીપજ્યાં છે અને 13 દર્દીઓએ આંખોની રોશની ગુમાવી દીધી છે.

ઘણા રાજ્યોમાં કોવિડ દર્દીઓમાં મ્યુકરામાયકોસિસ ના કેસ સામે આવ્યા છે. સાઇનસ ના દર્દીઓમાં પણ આ જોવા મળે છે પરંતુ કોવિડ દર્દી માટે વધુ જોખમી છે. ખાસ કરીને જેમને ડાયાબિટીઝ હોય છે અથવા તેમની રોગપ્રતિકારકશક્તિ નબળી હોય યેમને આ તરત અસર કરે છે. કોરોના પોઝીટીવ આવ્યા બાદ ડાયાબિટીઝ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું જરૂરી છે. તેથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

Back to top button