CrimeGujaratSouth GujaratSurat

સુરત: ઓક્સીજન ટેન્કર લઈને જઈ રહેલ પોલીસ કોન્સ્ટેબલ પર 4 લોકોએ હુમલો કર્યો, માથામાં ઈજા

અડાજણમાં રાત્રે હજિરાથી ઓક્સિજન ટેન્કર લઈ જનાર પોલીસ કોન્સ્ટેબલને ચાર લોકોએ માર માર્યો હતો. ઓક્સીજન ના નામે કેમિકલ લઈ જતા હોવાનો આક્ષેપ કરીને આરોપીઓએ હુમલો કર્યો હતો જેમાં કોન્સ્ટેબલ ને માથામાં ઈજા થઇ હતી અને હાથમાં પણ ઈજા થઇ હતી.

આ મામલે પૂના પોલીસે કોન્સ્ટેબલને માર મારવાના કેસમાં ચાર લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 307, 333, 114, 504 હેઠળ ગુનો નોંધ્યો છે ઉપરાંત આ ઉપરાંત ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 અને રોગચાળો અધિનિયમ 1897 ની કલમ 3 . પોલીસે 4 માંથી 3 આરોપીની ધરપકડ કરી છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 24 વર્ષીય ગુફરાન સિદ્દીકી, 28 વર્ષીય મોહમ્મદ ઇમરાન ખાન અને 22 વર્ષીય એજાઝની ધરપકડ કરી હતી. આ સિવાય સૈયદ નામનો આરોપી ફરાર છે.

માહિતી આપતાં હેડ કોન્સ્ટેબલ માનસિંગ ગામિતે જણાવ્યું કે તેની ફરજ ઓક્સિજન ટેન્કર લાવવાની હતી. તેઓ હજીરાના આઇનોક્સમાં ઓક્સિજન ટેન્કર લેવા ગયા હતા. જ્યાં ટેન્કર ભર્યા બાદ તે રાત્રે 8 વાગ્યે ચાલક રણજીતસિંહ સાથે ટેન્કર નંબર જીજે 05 બીએક્સ 9270 લઈને નીકળ્યા હતા.

19 મેની રાત્રે 10:30 થી 11 દરમિયાન ચાર અજાણ્યા લોકો અડાજણના સ્ટાર માર્કેટ પાસે રીક્ષામાં બેસેલા ચાર લોકોએ ટેન્કર ને અટકાવ્યું હતું અને પૂછયું કે તેઓ ટેન્કરમાં શું લઇ જઈ રહ્યા છે. કોન્સ્ટેબલે કહ્યું કે તમારે શું કામ છે. આ પછી આરોપીઓએ કહ્યું કે તેઓ કેમ કેમિકલ લઇ જઈ રહ્યા છે, ત્યારબાદ કોન્સ્ટેબલે તેમને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.

બાદમાં ઝઘડો થયો હતો અને તમામે ટેન્કરનો પીછો કર્યો હતો અને ન્યુ બોમ્બે માર્કેટની સામે ટેન્કર ને અટકાવ્યું હતું અને કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો.ફરિયાદીએ જણાવ્યું છે કે ચારેય આરોપીઓએ તેની પર જાનલેવા હુમલો કર્યો હતો. બાદમાં રાત્રે 3 વાગ્યે ત્રણેય આરોપીઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા, એક આરોપી હજી ફરાર છે.

Back to top button