ElectionIndiaNews

સલામ છે આવા નેતાને : ચૂંટણી હારી ગયા છતાં પણ તેમણે બોલેલ વચન પૂર્ણ કર્યા,ગરીબો માટે કર્યું આ જોરદાર કામ,

‘મેટ્રો મેન’ તરીકે જાણીતા ઇ શ્રીધરન ભલે ચૂંટણી હારી ગયા હોય પરંતુ લોકોના દિલને કેવી રીતે જીતવું તે તેઓ હજી પણ જાણે છે.એક મહિના પહેલા તેમણે કેરળના તેમના વતન પલક્કડથી ભાજપ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.પરંતુ તેઓ કોંગ્રેસના શફી પરમબિલથી લગભગ 4,000 મતોના અંતરે હારી ગયા હતા.

જો કે,તેમના પ્રચાર દરમિયાન તેમણે મતદારોને વચન આપ્યું હતું કે તે આ વિસ્તારના તમામ પરિવારો માટે વીજ જોડાણ સુનિશ્ચિત કરશે.હવે શ્રીધરને મંગળવારે આ પરિવારોને લેણાની ચુકવણીની સામે સહાયક ઇજનેર,કેએસઇબી કલપથીના નામે રૂ.81,525 નો ચેક આપ્યો હતો.તેમણે ભાજપના જિલ્લા પ્રમુખ ઇ કૃષ્ણદાસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં એન્જિનિયરને ચેક આપ્યો હતો.

થોડા દિવસો પહેલા નગર પાલિકાના વોર્ડ 3 માં કેટલાક અનુસૂચિત જાતિ પરિવારોએ તેમના વિસ્તારમાં વીજ પુરવઠો ન હોવાની ફરિયાદ કરી હતી.આ પછી તેમણે સુનિશ્ચિત કર્યું કે,અનુસૂચિત જાતિના 11 પરિવારોને પણ નવા વીજ જોડાણો આપવામાં આવશે.આ વર્ષે કેરળ વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા.

વિધાનસભાની ચૂંટણી પહેલા શ્રીધરને કહ્યું હતું કે આ ઉંમરે પણ તેમની પાસે કેરળના વિકાસ માટે કામ કરવાની પૂરતી ઉર્જા છે.તેમણે કહ્યું હતું કે ઘણા લોકો મને પૂછે છે કે આ ઉંમરે મેં રાજકારણમાં શા માટે પ્રવેશ કર્યો ? મારો જવાબ છે- મેં દેશ માટે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે.

આ ઉંમરે પણ મારી પાસે કામ કરવાની પૂરતી ઉર્જા છે અને હું તેનો ઉપયોગ કેરળના વિકાસ માટે કરવા માંગુ છું.તેથી જ હું ભાજપમાં જોડાયો.ઇ શ્રીધરન ભારતના પ્રખ્યાત સિવિલ એન્જિનિયર રહ્યા છે.1995 થી 2012 સુધી તેઓ દિલ્હી મેટ્રોના ડિરેક્ટર હતા.તેમણે ખૂબ જ ઓછા સમયમાં દિલ્હી મેટ્રોનું નિર્માણ પૂર્ણ કર્યું હતું.તેઓ ભારતના ‘મેટ્રો મેન’ તરીકે પણ જાણીતા છે.

Back to top button