India

પતિ ને દંડ કર્યો તો પત્ની થઇ ગઈ ગુસ્સે, ચપ્પલ લઈને SDM ને મારવા દોડી

મધ્યપ્રદેશના અશોક નગરનો એક વીડિયો વાયરલ થયો છે. જ્યાં એક મહિલાએ એસડીએમ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. એટલું જ નહીં, મહિલાએ ટોળાની વચ્ચે SDM ને ચપ્પલ વડે મારવાની કોશિશ કરી હતી અને બધાની સામે જ અભદ્ર વર્તન કર્યું હતું. મહિલા અને તેના પતિની ધરપકડ કરી કેસ નોંધ્યો છે.

આ મામલો અશોક નગરમાં ચંદેરીનો છે. જ્યાં એસડીએમ દેવેન્દ્ર પ્રતાપસિંહ પોલીસ દળ સાથે ચેકીંગ કરી રહ્યા હતા. તે જ સમયે એક વ્યક્તિ સ્કૂટી પર જઇ રહ્યો હતો. તેણે કોરોનાના નિયમોનું પાલન કર્યું ન હતું.પોલીસે તેને અટકાવતાની સાથે જ તે વ્યક્તિએ ખરાબ વર્તન કર્યું. સ્થળ પર હાજર એસડીએમએ તેમને સમજાવ્યું કે તેમણે સંયમ રાખીને કામ કરવું જોઈએ. પણ તે ખરાબ વર્તન કરતો રહ્યો અને પોસે તેનો મેમો ફાડ્યો.

આ પછી જ્યારે તે યુવક તેના ઘરે પહોંચ્યો ત્યારે તેની સ્કૂટીની લાઈટ તૂટી ગઈ હતી, તે જોઈને પત્ની ગુસ્સે થઇ ગઈ હતી અને પતિએ તેને આખી ઘટના જણાવી હતી. ત્યારબાદ ગુસ્સે ભરાયેલી મહિલા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં તેણે હંગામો મચાવ્યો હતો અને સેન્ડલ વડે ફરજ પરના એસ.ડી.એમ.ને મારવાનો પ્રયાસ કર્યો હતો, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે આવ્યો હતો અને એસ.ડી.એમ. નો બચાવ કર્યો હતો. મ્હીઅલે બધાની સામે જ SDM સાથે ખરાબ વર્તન કર્યું હતું.

પોતાને બચાવવા એસડીએમ ભાગ્યા તો મહિલા પણ તેની પાછળ દોડી હતી. સ્થાનિક લોકોએ મહિલાને સમજાવ્યા બાદ પતિ-પત્ની ઘરે ગયા હતા. આ પછી પોલીસે એફઆઈઆર નોંધીને મહિલા અને તેના પતિને કસ્ટડીમાં લીધા છે. મહિલાનો આરોપ છે કે એસડીએમ અને પોલીસકર્મીઓએ મારા પતિને પગમાં ધક્કો મારીને સ્કૂટી તોડી નાખી હતી. આ પ્રસંગે હાજર કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ બાબતે એસડીએમનું કહેવું છે કે કલેક્ટરની સૂચનાથી તપાસ ચાલી રહી હતી. આ માણસ માર્કેટમાં ફરતો હતો, ગાડી રોકવાની કોશિશ કરી તો તેણે મારા પર ગાડી ચડાવવાની કોશિશ કરી હતી. તે પછી તે ખરાબ વર્તન કરતો હતો અને પોલીસે તેનો મેમો ફાડ્યો હતો. બાદમાં તેની પત્ની આવી અને તેણે પણ ખરાબ વર્તન તેમજ હુમલો કરતા બંને સામે FIR નોંધી કસ્ટડીમાં લીધા છે.

Back to top button