CrimeGujaratSaurashtraSurendranagar

સુરેન્દ્રનગર: વાડીમાં સુતેલા પતિ ઉપર પત્ની બેસી ગઈ, ગળાફાંસો આપીને હત્યા કરી નાખી

સાયલાના ઢાંકણીયા સીમમાં પત્નીએ પતિની હત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો. વાડીમાં સુતેલા પતિને પત્નીએ પોતાના પ્રેમીની મદદથી ગળાફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો કે પત્નીએ આનાથી બચવા એવું કહ્યું કે પતિ તારમાં ફસાઈ જતા તેનું મોત થયું છે.

અંતિમ સંસ્કાર બાદ પરિવારના સભ્યોએ વધુ તપાસ હાથ ધરી હતી અને જાણવા મળ્યું હતું કે પત્નીએ તેના પ્રેમી સાથે મળીને જ પતિની હત્યા કરી હતી.પોલીસે આ મામલે ગુનો પણ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.વાડીએ જેમાભાઇ વાઘેલા અને તેમની પત્ની રેખા રાત્રે સૂતા હતા. દ

જો કે પત્નીએ રાત્રે અચાનક પરિવારજનો ને ફોન કરીને કહ્યું કે પતી જેમાભાઇ ઢોર ચરાવવા જતા ત્યાં ગળામાં તાર ફસાઈ જતા તેમનું મોત થઇ ગયું છે. મૃતકની લાશ ના પીએમ માટે ના કહેતા પરિવારજનોએ અંતિમસંસ્કાર તો કરી દીધા હતા પણ પત્ની પર શંકા જતા તેમણે વાડીમાં તપાસ કરી હતી. વાડીમાં એક રૂમાલ પણ મળ્યો હતો જેમાં લોહીના ડાઘ હતા.

પરિવારજનોએ રેખા ને આ અંગે પૂછ્યું પણ રેખાએ કઈ સરખા જવાબ ન આપતા આખરે કેસ પોલીસ સ્ટેશન પહોચ્યો હતો.પીએસઆઈ એસ.એસ. વરૂ અને મહિલા પોલીસ અધિકારીએ પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને આખરે ગુનો કબુલી લીધો હતો. રેખાએ કહ્યું કે બે વર્ષથી સોનગઢના ભરત સાથે પ્રેમસબંધ હતો જેથી પતિની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.

રેખાએ કહ્યું કે પતિ રાત્રે સુતા હતા ત્યારે પ્રેમીની મદદથી દુપટ્ટો અને સાડી થી ગળાફાંસો આપવા જતા તેઓ જાગી ગયા હતા. જેથી તેના પર ચડી જતા તેના મોમાંથી લોહી નીકળ્યું હતું જે અમે રૂમાલથી દબાવી દીધું હતું. તેઓ ૩ મહિનાથી આ હત્યા ને અંજામ આપવા માંગતા હતા. સમગ્ર વાત જાણીને પરિવારજનો પણ ચોંકી ગયા હતા.

Back to top button