India

તાઉ-તે વાવાઝોડા બાદ હવે “યાસ” વાવાઝોડા નું જોખમ, NDRF ની ટીમો મેદાનમાં ઉતારાઈ

શકિતશાળી વાવાઝોડું તાઉતે પછી ચક્રવાતી વાવાઝોડું યાસ દેશના પૂર્વીય દરિયાકાંઠાના ક્ષેત્રમાં 26-27 મેની આસપાસ આવે તેવી સંભાવના છે અને એનડીઆરએફ તેની સાથે લડવા માટે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તેની ટીમો તૈનાત કરવાનું શરુ કરી દીધું છે.

અઅધિકારીઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ દરિયાકાંઠાના ક્ષેત્રમાં વાવાઝોડા તાઉતે પ્રભાવિત રાજ્યોમાં બચાવ અને પુનર્વસન કાર્ય માટે મોકલવામાં આવેલી ટીમોને પાછી બોલાવવામાં આવી રહી છે. એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ એસ.એન.પ્રધાને ટ્વિટ કર્યું છે કે યાસ તોફાન અને તેના સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં હવાઈ માર્ગે ટીમોને બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આવતા વાવાઝોડા માટે એનડીઆરએફની કેટલી ટીમો બોલાવવામાં આવશે તે અંગેનો નિર્ણય ભારતના હવામાન વિભાગને મળેલી માહિતીના આધારે લેવામાં આવશે. કેન્દ્રીય દળએ તીવ્ર ચક્રવાતી તોફાન તાઉ તે માટે કુલ 101 ટીમો તૈનાત કરી હતી. અરબી સમુદ્રમાં આવેલા આ વાવાઝોડાની અસર મુખ્યત્વે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને મહારાષ્ટ્ર અને ગોવા જેવા રાજ્યોને થઈ હતી.

ગત સોમવારે રાત્રે ગુજરાતના ગીર સોમનાથ તેમજ આસપાસ ના વિસ્તારોમાં તાઉતે એ ભારે તારાજી સર્જી હતી. એનડીઆરએફની દરેક ટીમમાં 47 કર્મચારીઓ હોય છે જેમની પાસે ઝાડ કાપવા માટેનાં સાધનો, સંદેશાવ્યવહારનાં સાધનો, નૌકા અને તબીબી સહાય સામગ્રી હોય છે.

Back to top button