AstrologyGujaratStory

બગદાણાવાળા બજરંગ દાસ બાપાના જીવનનો એક સત્ય ઘટનાનો પ્રસંગ જાણો,

સૌરાસ્ટ્ર એક પવિત્ર ભૂમિ છે,જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા.જેમનું ફક્ત નામ જ લઈએ તો પણ મનમાં શાંતિ થાય છે.આપણે આજે એક એવા સંતની વાત કરીશું.જેમને રાસ્ત્રીય સંતનું બિરુદ મળ્યું છે.જેમને ભક્તિના પંતની સાથે-સાથે દેશની પણ સેવા કરી છે.
એવા જ સૌરાસ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે.

જેમને ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં તેમણે લોકો જાણે છે અને દર્શને આવે છે.જેમના લીધે બગદાણા એક ધામ બની ગયું છે,જ્યાં લોકોની સંખ્યા ભાવિક ભક્તો પોતાની આસ્થા લઈને આવે છે,જ્યાં સંત બજરંગ દાસ બાપા સીતારામ લોકોના દુ:ખો મટાડે છે.જેમને લોકો “સિતારામના હોલામણા” નામથી પણ ઓળખે છે.સંત જીવનમાં સમર્પણ હોય,સંતના જીવનમાં ત્યાગ હોય,મર્દાનગીના માર્ગે ચાલવાની સલાહ આપે એનું નામ તો સંત કહેવાય.

બજરંગ દાસ બાપુના જીવનનો એક સત્ય ઘટનાનો પ્રસંગ છે.એક યુવક બાપુ પાસે આવે છે,બાપાને વિનંતી કરે છે કે બાપુ મારાથી બે-ત્રણ ખૂન થઈ ગયા છે.સમાજને તો એની ખબર નથી બાપા,પોલીસના ચોપડે પણ મારૂ નામ બોલતું નથી,પણ મારા હૈયા પરથી ખૂનનો ભાર હળવો થતો નથી.બાપા બીજાને તો ખબર નથી પણ પરમાત્મા તો જાણે જ છે.

બાપા મે એવું સાંભળ્યુ છે કે સંતના જીવનમાં સંતના ચરણમાં આવીને જો પોતાના પાપને પ્રગટ કરે છે તો પાપ ધોવાઈ જાય છે એટ્લા માટે હું મુંબઈથી ઘોડો લઈને હું તમારા ધામે આવ્યો છું.તે દિવસે બજરંગ દાસ બાપુએ માથે હાથ ફેળવીને બસ એટલું જ કહ્યું કે સીતારામના ચરણમાં જે આવે છે એની માથે પાપ રહેતા નથી.

હવેથી સત્યના માર્ગે ચાલજે,હવેથી ક્યારેય ખૂન કરતો નહીં,ખોટા રસ્તે જતો નહીં,તારા પાપ ધોવાઈ જશે,યુવકે કહ્યું કે બાપા મારા પાપ ધોવાઈ જશે એની મને કેવી રીતે ખબર પડશે ? એ વખતે બજરંગ દાસ બાપાએ કાળો રૂમાલ કાઢીને આ યુવકને આપ્યો,અને રૂમાલ આપતા એટલું કહ્યું કે આ રૂમાલ મુંબઈ લઈને જતો રહો અને આ રૂમાલ તારા ખિસ્સામાં રાખજે,આ રૂમાલ જ્યાં સુધી સંપૂર્ણ સફેદ થઈ જાય ત્યારે માનજે કે તારા પાપ ધોવાઈ ગયા છે.

આ યુવક મુંબઈ ગયો,અને નોકરી-ધંધામાં લાગી ગયો,એક દિવસ ચોમાસાની રાત હોય છે.રાત નામની જનેતાએ આંખમાં અંજાન આપી પોઢાડી દીધા છે,આભમાં એકેય તારો દેખાતો નથી,એવામાં ત્યાં બજરંગ દાસ બાપાનો શીષ્ય બનેલો આ યુવક મુંબઈ મહાનગરીના ફૂટપાથ પર ચાલતો જાય છે.

ત્યાં એક દીકરીની ચીસો સંભરાવા લાગી,આ જુવાન એક રાજપૂત હતો.દીકરીની ચીસો સાંભળતા જ તે દિશામાં આ યુવક દોડવા લાગ્યો.જોયું તો ત્યાં ચાર-પાંચ નરપિસા ત્યાં છોકરી જોડે હતા.એ લોકો આ દીકરીની આબરૂ લેવાના પ્રયત્ન કરતાં હતા.ત્યાં જ આ યુવાન જોડે એક કતાર હતી,આ કતાર કાઢીને એક યુવકની છાતીની સોહરી નીકળી ગઈ અને એક યુવકનું ખૂન કરી દીધું.

દીકરીની આબરુ તો બચી પણ બજરંગ દાસ બાપાએ આપેલ વચન તૂટી ગયું.પછી આ યુવક પાછો ટ્રેનમાં બેસી બગદાણા પહોચ્યો,બગદાણા આવીને બાપાને કહેવા લાગ્યો બાપા મારાથી ખૂન બંધ કરવાનું તો ઠીક છે પણ મારાથી વધુ એક ખૂન થઈ ગયું છે.તે દિવસે બજરંગ દાસ બાપાએ પૂછ્યું કે,”બેટા ખૂન કરવાનું કારણ શું હતું” ?

આ યુવક કહે છે કે પારકી બહેન દીકરીની ઇજ્જત લૂંટવાવાળા નરપિસાઓને હું જોઈ શક્યો નહીં,એ માસૂમ દીકરીને બચાવવા માટે મે મારી કતાર કાઢીને મે એક માણસનું ખૂન કર્યું છે.અને તે દિવસે બજરંગ દાસ બાપા કહે છે કે,બેટા તને આપેલ કાળો રૂમાલ બહાર કાઢ,જ્યારે આ યુવક રૂમાલ બહાર કાઢે છે ત્યારે રૂમાલ સંપૂર્ણ સફેદ નીકળ્યો.બાપા કહે છે કે દીકરીની આબરૂ બચાવવા જે ખૂન કર્યું છે,માટે કરેલા પાપ ધોવાઈ ગયા છે.

એનું નામ તો સંત કહેવાય,ભારત વર્ષના યુવાનોને મર્દાનગીના માર્ગે ચલાવે એનું જ નામ તો સાધુ કહેવાય.જો તમને આ સત્ય ઘટના સારી લાગી હોય તો બીજા લોકોને પણ શેર કરો.

 

Back to top button